જસદણના વડોદ ની પ્રાથમિક શાળાનુ ગૌરવ આચાર્ય ગિરીશ બાવળીયા નું શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા ઍ વિશેષ સન્માન કર્યું
આચાર્યએ વૃક્ષારોપણ સ્વચ્છતા શ્રમદાન વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ ગુણવત્તા યુક્ત શિક્ષણ શાળા સ્વચ્છ પુષ્કરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું
જસદણ તાલુકાની શ્રી વડોદ તાલુકા શાળાના આચાર્યશ્રી ગીરીશભાઈ બાવળીયાનું ડો. પ્રદ્યુમનભાઈ વાજા શિક્ષણ મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય દ્વારા તેમના નિવાસસ્થાને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું
આચાર્ય ગીરીશભાઈ વર્ષ ૨૦૧૮ થી સમર્પિત ભાવથી આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના દૃઢ નેતૃત્વ,નવીન અભિગમ અને અથાક પરિશ્રમથી શાળાએ સ્વચ્છતા,ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે.
તેમના માર્ગદર્શન હેઠળ શાળાએ સમગ્ર ભારતમાં શાળા સ્વચ્છતા પુરસ્કારમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમજ ISC-FICCI School Sanitation Award-2025 (National Level) थी સન્માનિત થઈ છે.આ સિદ્ધિ બદલ તેમને માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત થવાનું ગૌરવ પણ પ્રાપ્ત થયું છે.
વેસ્ટમાંથી બેસ્ટ' વિજ્ઞાન મોડેલોની રચના, શ્રમદાન દ્વારા સ્વચ્છ અને હરિયાળું શાળા પરિસર, વિવિધ રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓની સફળતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સતત ઉત્કૃષ્ટ પરિણામો—આ તમામ તેમની કાર્યનિષ્ઠા, દ્રષ્ટિ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના જીવંત ઉદાહરણો છે.
આવા સમર્પિત શિક્ષકો આપણા શિક્ષણતંત્રની સાચી શક્તિ છે. તેઓ માત્ર જ્ઞાનનું પ્રદાન કરતા નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, સ્વચ્છતા, સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રનિર્માણના મૂલ્યોનું પણ સિંચન કરે છે.
આચાર્યશ્રી ગીરીશભાઈ બાવળીયાને તેમની રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિઓ અને શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.તેઓ આગામી સમયમાં પણ શિક્ષણ જગતને નવી દિશા અને પ્રેરણા આપતા રહે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી