જસદણના આટકોટમાં માનસિક બીમારીથી કંટાળી 33 વર્ષીય પરણીતાએ ગળૅ ફાંસો ખાધો બે પુત્રોએ માતાની છત્રછાયા ગુમાવી
જસદણ તાલુકાના આટકોટ ગામૅ છાત્રાલય પાસેના કૈલાસનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના ઘરે ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યોર હતો. બનાવની જાણ થતાં આટકૉટ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આટકોટના કૈલાશ નગરમાં ખોડીયાર ચોક પાસે રહેતા પુનમબેન જગદીશ કટેસીયા ઉમર વર્ષ 33 એ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. ઘટના સ્થળે આટકોટ પોલીસ દોડી ગઈ હતી અને તપાસમાં માલુમ પડયું હતું કે પોતે માનસિક બીમારી હતી જેનાથી તેઓ વાજ આવી ગયા હતા અને તેમને માનસિક બીમારીની દવા પણ ચાલુ હતી, તેમ છતાં કોઈ ફેર ન પડતો હોઈ, અંતે કંટાળીને તેણે જીવન જ ટૂંકાવી લીધું હતું. તૅમનૅ સંતાનમાં બે પુત્ર હોવાનું પોલીસે જણાવ્યું હતું. લાશને પીએમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આગળની કાર્યવાહી આટકોટ પોલીસે હાથ ધરી છે