જસદણમા આવતીકાલે જન સંપર્ક કાર્યાલય ખાતે 15મી ઓગસ્ટ તિરંગા યાત્રા ઘર ઘર તિરંગા કાર્યક્રમ અંગે ભાજપન પરિવારની મીટીંગ યોજાશે
સવારે 10:00 કલાકે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ભાજપ પ્રમુખ વિજય રાઠોડ પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી ઉપસ્થિત રહેશે
જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ તથા પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી એ ભાજપ પરિવારના તમામ હોદ્દેદારો, સભ્યો અને કાર્યકર્તા મિત્રોને જણાવ્યું છે કે આગામી ૧૫ ઑગસ્ટ - સ્વતંત્રતા દિવસ નિમિત્તે યોજાનાર 'તિરંગા યાત્રા' અને 'હર ઘર તિરંગા' કાર્યક્રમોના આયોજન માટે એક અગત્યની બેઠક રાખેલ છે.આ બેઠકમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. જૅથી જસદણ ભાજપના તમામ હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો, મોરચાના પદાધિકારીઓ અને સિનિયર આગેવાનોને સમયસર ઉપસ્થિત રહેવા જણાવવું છે આવતીકાલે તારીખ: ૦૯ ઑગસ્ટ, ૨૦૨૬ (રવિવાર) સમય: સવારે ૧૦:૦૦ વાગ્યે સ્થળ કુંવરજીભાઈ બાવળિયા જનસંપર્ક કાર્યાલય, કમળાપુર રોડ, જસદણ સૌ હોદ્દેદારો કાર્યકર્તા મિત્રોએ ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ અનુરોધ કરેલ છે