error: This Content is protected !!

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મંદિરમાં આગામી શ્રાવણ માસને લઈ દર્શનાર્થીઓની સુવિધા અંગૅ કામગીરી નૉ ધમધમાટ

કેબિનેટ મંત્રી બાવળીયા જિલ્લા કલેકટર ગુર્જર ડૅ કલેક્ટર ખાંભરા મામલતદાર ટ્રસ્ટી વિજય રાઠોડ સહિતનાઓએ મેળા અંગે સમીક્ષા બેઠક યોજી 

 

જસદણ વિંછીયા નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરમાં ભાવિકોને કોઈ તકલીફ કે હાલાકી ન વેઠવી પડે તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ડેપ્યુટી કલેક્ટર રાહુલકુમાર ખાંભરાની સીધી દેખરેખ હેઠળ આગામી શ્રાવણ માસમાં શિવ ભક્તો માટે વધુ ને વધુ સુવિધા મળે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ અંગે ઘેલાં સોમનાથ મંદિરના ટ્રસ્ટી અને શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડે 

 જણાવ્યું હતું કે ઘેલાં સોમનાથ મહાદેવ મંદિર સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ દેશ વિદેશના ભાવિકો માટે એક મુખ્ય આસ્થાનું કેન્દ્ર છે ખાસ કરીને શ્રાવણ માસમાં ભાવિકો લાખો લોકોની સંખ્યામાં દર્શનાથે આવે છે 

આ અંગે શ્રી ઘેલાં સોમનાથ મંદિરની મુલાકાત

 મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સહિત નાઑએ લીધી

હતી અને શ્રાવણ માસ દરમિયાન દર્શને આવતા અને મેળાની મૉજ માણતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે તે અંગે સૂચનાઓ આપી હતી