error: This Content is protected !!

જસદણ અને વિછીયા ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ની અધ્યક્ષતામાં હર ઘર તિરંગા અને તિરંગાયાત્રા અંગે બેઠક મળી

જસદણ શહેરના કમળાપુર રોડ ખાતે આવેલ જન સંપર્ક કાર્યાલય ખાતે જસદણ શહેર તાલુકા ભાજપના આગેવાનો નગરપાલિકા તાલુકા પંચાયતના સદસ્યો હૉદૅદારો કાર્યકરો ની હાજરીમાં ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને ઘર ઘર તિરંગા અને 15 મી ઓગસ્ટૅ યોજાનાર તિરંગા યાત્રા ને સફળ બનાવવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી આ ઉપરાંત વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે ઘર ઘર તિરંગા અને તિરંગાયાત્રા અંગેની બેઠકમાં પણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સ્થાનિક સ્તરે યોજાનાર તિરંગા યાત્રાને સફળ અને યાદગાર બનાવવા માટે અર્થપૂર્ણ ચર્ચા કરી આ તકે વિછીયા તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ સાકરીયા જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિતભાઈ રામાણી જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી સહિત તમામ શ્રેણીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી બનવા તેમજ સ્વાભિમાનથી તિરંગો લહેરાવવા અને તિરંગા યાત્રામાં સહભાગી થવા ઉત્સાહ દર્શાવ્યો હતો