error: This Content is protected !!

વીંછીયાના ફુલઝરમા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાઍ નવનિર્માણ ઘેલો ગંગોત્રી તળાવનુ ખાતમુહૂર્ત સાથે વૃક્ષારોપણ કર્યું

ડેમના નિર્માણથી જળ સંગ્રહ શક્તિ વધશે તેમજ ભૂગર્ભ જળ કુવા બોરના તળ ઊંચા આવશે ગ્રામજનો અને ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળશે

 

વિંછીયા તાલુકાના ફુલજર મુકામે સ્વરાજ સંસ્થાના સહયોગથી નિર્માણાધિન ઘેલો ગંગોત્રી તળાવનું ખાતમુહૂર્ત જસદણ વિંછીયા ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઍ કર્યું હતું આતકૅ ધારાસભ્ય કુવરજીભાઈએ જણાવ્યું હતું કે ઘેલો ગંગોત્રી તળાવ બનવાથી પાણીનો સંગ્રહ વધશે સાથે સાથે ભૂગર્ભજળ કુવાબોરના તળ ઊંચા આવશે અને આસપાસના ખેડૂતોને તેનો મહત્તમ સારો ઍવૉ લાભ મળશે સાથૅ સાથે 

વડાપ્રધાન મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત રાજ્યને વધુ હરિયાળું બનાવવાના તેમજ પર્યાવરણ તથા જૈવવિવિધતાના સંરક્ષણ માટેના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું હતુ ફુલઝર ગામના આ તળાવથી સ્થાનિક જળસ્તરમાં વધારો થશે, તેમજ ખેડૂતો તથા ગ્રામજનોને સિંચાઈ અને વપરાશનું પૂરતું પાણી પ્રાપ્ત થશે જસદણ અને વિંછીયા તાલુકાના ગામોમાં વરસાદી પાણીના સંગ્રહની ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં લોકભાગીદારીનું પણ બહોળું મહત્વ રહેલું છે તૅમ અંતમાં ધારાસભ્ય કુવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું