જસદણ નવા બસ સ્ટેન્ડ ખાતે સાપ્તાહિક સ્વચ્છતા ઝુંબેશમાં કર્મચારીઓ રાજકીય આગેવાનોએ લોકભાગીદારીથી સફાઈ કરી
જસદણ નવા એસટી બસ સ્ટેન્ડ ખાતે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ અને ખાસ સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકીતભાઈ રામાણી, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન વેકરીયા, પૂર્વ તાલુકા પ્રમુખ મનસુખભાઈ જાદવ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશભાઈ હીરપરા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, જિલ્લા પંચાયત સદરય દેવેન્દ્રભાઈ ઝાપડિયા સુરેશભાઈ ઝાપડિયા વલ્લભભાઈ રાજપરા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો હતો.જસદણ એસ.ટી. બસ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિભાગીય પરિવહન અધિકારી હીરીબેન કટારા તેમજ ત્રણેય માન્ય યુનિયનના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડેપોના કર્મચારીઓ, સ્ટાફ અને સફાઈ કામદારોએ પણ ઉત્સાહભેર જોડાઈ બસ સ્ટેન્ડ પરિસરમાં સઘન સફાઈ કરી હતી આતકૅ ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આપણું બસ સ્ટેશન, સ્વચ્છ બસ સ્ટેશનના સંકલ્પ સાથે આ અભિયાનને માત્ર એક દિવસ પૂરતું સીમિત રાખવામાં નહીં આવે. બસ સ્ટેશન પરિસરને સતત સ્વચ્છ અને સુંદર રાખવા ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ અને આગેવાનોએ પ્રતિજ્ઞા લઈ કાયમી સ્વચ્છતા જાળવવા કટિબદ્ધતા દર્શાવી હતી.