વિંછીયા સહિત રાજકોટ જિલ્લામાં સરકારી અનાજની કટકી કરતા 5 પરવાનેદારૉને રૂ.8.20 લાખનો દંડ ફટકારતા કાળાબજાર લૉબીમા ફફડાટ
ગ્રાહકૉ સાથે છેતરપિંડી અંગે જિલ્લા પુરવઠા અધિકારીએ કેશ ચલાવી રાશનમાં ગોલમાલ કરતા વેપારીઓને દંડ ફટકારતા ભય ફૅલાયૉ
વિંછીયા સહિત રાજકોટ શહેર જિલ્લામાં રાશનધારકો સાથે છેતરપિંડી કરીને સસ્તા અનાજના દુકાનદારો રાશનની ઘટ-વધ કરી કાળાબજારી કરતા હોય છે.ત્યારે આવી દુકાનોમાં આકસ્મિક તપાસ કરી તેના ખાતાકીય કેસો ચલાવીને વિવિધ તાલુકાના 5 પરવાનેદારને રૂ.8.20 લાખનો દંડ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ફટકારવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી અજ્ય ઝાપડાએ ખાતાકીય કેસ ચલાવીને ઉપલેટાના જામટીંબડીના વારસંકિયા લક્ષ્મીબેન રામજીભાઈને રૂ.255454, જેતપુર શહેરના કિશોરભાઈ જેઠાનંદ હેમનાણીને રૂ.2,28,886, જેતપુરના કેરાળીના ગાંડુભાઈ પોલાભાઈ ગુજરાતીને રૂ.1,53,282, રાજકોટના સોખડા ગામના બાલિયા મીનાબેન સંજયભાઈને રૂ.1,30,804,વીંછિયાના જયંતીભાઈ ગોરધનભાઈ રાજપરાને રૂ.50632નો દંડ ફટકારવામાં આવ્યો છે.આમ કુલ 5 પરવાનેદારને રૂ.8.20 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવતા રાશનનું કાળાબજારી કરનાર તત્ત્વોમાં ફફડાટ ફેલાય ગયો છે.