વિંછીયા પંથકની ૧૩ વર્ષની સગીરાનૅ પ્રેમ જાળમાં ફસાવી અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટ
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા અલીરાજપુરના કાનુ ઉર્ફે કાનો ભુરીયાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.
વીંછીયા પંથકમાં રહેતા પરિવારની સગીર વયની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ગયા અંગેની વિછીયા પોલીસ મથકમાં સગીરાના પરિવારે મધ્યપ્રદેશ કાનુ ઉર્ફે કાનો કેરમસિંહ ભુરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીના વતનમાંથી સગીરાને શોધી કાઢી આરોપી કાનુભાઈ
ઉર્ફે કાનો ભુરીયાની ધરપકડ કરી હતી. સગીરાના નિવેદનના આધારે દુષ્કર્મ આચરેલ હોવાનું ખુલતા પોલીસે પોક્સોની કલમ ઉમેરાનો રિપોર્ટ કરી આરોપીની ધોરણસર અટકાયત કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા. જેલમાં રહેલ આરોપી કાનુ ઉર્ફે કાનો ભુરીયાએ જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી
ગંભીર ગુનો નોંધાયેલો છે સગીરાની ઉંમર માત્ર ૧૩ વર્ષની છે અને તેણીનું અપહરણ કરી તેણીની ઉપર આરોપીએ દુષ્કર્મ આચરેલું હોય આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં જ તેને જામીન આપવામાં આવશે તો આરોપી અન્ય રાજ્યનો હોય મુદ્દતે હાજર રહેશે નહીં અને કેસ ચાલવામાં વિલંબ થશે તે રજૂઆતને ધ્યાને લઈ કોર્ટે આરોપી કાનુ ઉર્ફે કાનો કેરમસિંહ ભુરીયાની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.