error: This Content is protected !!

થાઈલેન્ડ જનારાઓ સાવધાન, દેશમાં 5,52,993 HIV પોઝિટિવ ડેઝ નોધાયા લાઓસ, કમ્બોડિયામાં પણ સંક્રમિતોની સતત વધતી સંખ્યા

સંક્રમણમાં ૧૨ હજાર નૉ ઘટાડૉ છતાં ૧૫ થી ૨૪ વર્ષના યુવાનોમાં વાયરસનુ વધતું જોખમ આરોગ્ય વિભાગ માટે ચિંતા નો વિષય બન્યુ

 

દક્ષિણ-પૂર્વ એશિયાના દેશ થાઈલેન્ડમાં આરોગ્ય સત્તામંડળ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ મુજબ દેશમાં એચઆઈવીના કુલ પિડિતોની સંખ્યા ૫,૫૭,૯૯૩ પર પહોંચી ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં નવા સંક્રમણમાં ૧૨,૦૦૦ નો ઘટાડો થયો હોવા છતાં, ૧૫ થી ૨૪ વર્ષના યુવાનોમાં વધતું જોખમ આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યું છે દક્ષિણ-પૂર્વ એશિયામાં એચઆઈવી મહામારીની સ્થિતિ અંગે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓએ આરોગ્ય નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે. થાઈલેન્ડના ૭૭ પ્રાંતોમાંથી ૧૩ પ્રાંતો એવા છે જ્યાં દરેક પ્રાંતમાં ૧૦,૦૦૦ થી વધુ HIV કેસો નોંધાયા છે. દેશનો સેન્ટ્રલ રિજન સૌથી વધુ પ્રભાવિત છે, જેમાં પાટનગર બેંગકોક ૮૮,૫૩૫ કેસો સાથે યાદીમાં ટોચ પર છે. બેંગકોક પછી ચોનબુરી ૩૧,૦૭૨ કેસો સાથે બીજા ક્રમે આવે છે, જ્યારે પ્રવાસીઓમાં લોકપ્રિય ચિયાંગ માઈ ત્રીજા ક્રમે અને પાડોશી ચિયાંગ રાઈ ૧૭,૫૨૪ કેસો સાથે ચોથા ક્રમે છે. આ આંકડા દર્શાવે છે કે થાઈલેન્ડના શહેરી અને પ્રવાસન ક્ષેત્રોમાં સંક્રમણનો ફેલાવો ઘણો વધારે છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, ૧૫ થી ૨૪ વર્ષની વયજૂથના યુવાનો આ વાયરસના સૌથી મોટા જોખમનો સામનો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વયજૂથમાં ૨૫,૦૦૦ થી વધુ ક્યુમ્યુલેટિવ કેસો નોંધાયા છે. તબીબી નિષ્ણાતો આ ટ્રેન્ડ માટે યુવાનોમાં જાગૃતિનો અભાવ, બેદરકારી અને અસુરક્ષિત શારીરિક સંબંધોને મુખ્ય કારણ ગણાવે છે.

થાઈલેન્ડની સરહદને અડીને આવેલા લાઓસમાં પણ યુવાનોમાં આવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લાઓસના આરોગ્ય મંત્રાલય મુજબ દેશમાં અંદાજે ૨૧,૦૦૦ લોકો HIV સાથે જીવી રહ્યા છે. જુલાઈ મહિનામાં ઉત્તરીય પ્રાંત ઔડોમક્સાઈમાં ૨૬૪ સેક્સ વર્કર્સના ટેસ્ટિંગમાં ૧૨ કેસ પોઝિટિવ મળ્યા હતા. સ્થાનિક લોકોનું માનવું છે કે ટેસ્ટિંગના અભાવે વાસ્તવિક આંકડો ઘણો વધારે હોઈ શકે છે. કમ્બોડિયાના આરોગ્ય મંત્રાલય અનુસાર ૨૦૨૫ ના રિપોર્ટમાં ૭૬,૦૦૦ લોકો HIV સંક્રમિત હોવાનો અંદાજ છે. જ્યારે યુએનએઈડ્સના અહેવાલ મુજબ વિયેતનામમાં HIV પીડિતોની સંખ્યા આશરે ૨.૭ લાખ હોવાનો અંદાજ વ્યક્ત કરાયો છે.