જસદણ-આટકોટમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાને પુષ્પવર્ષાથી વધાવતા વેપારીઓ અને નગરજનૉ
પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી ભાજપ પ્રમુખ વિજય રાઠોડ આગૅવાનૉઍ ભારત માતા કી જય, આઝાદી અમર રહો દેશભક્તિના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં જસદણ તેમજ આટકોટ ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, એ.એસ.પી. ડૉ. નવિન ચક્રવર્તી પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી ભાજપ પ્રમુખ વિજય રાઠોડ સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ગ્રામજનો નગરજનો તિરંગા યાત્રામાં જોડાયા હતા
જસદણ જુના બસ સ્ટેન્ડથી યાત્રા શરૂ થઈ હતી. આ તકે બસ સ્ટેન્ડ ચોક ખાતે મંત્રી તેમજ મહાનુભાવશ્રીઓએ બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ મુખ્ય બજારમાં યાત્રા પહોંચી હતી. જ્યાં વેપારીઓ અને નગરજનોએ યાત્રાને પુષ્પવર્ષાથી વધાવી હતી
મુખ્ય બજાર બાદ યાત્રા સરદાર ચોક ખાતે પહોંચી હતી. સરદાર ચોક ખાતે મંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ ઉપરાંત આટકોટ ખાતે જુના બસ સ્ટેશનથી સરદાર ચોક ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી. ચોક ખાતે મંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
યાત્રામાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન વ્યક્ત કરી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રગૌરવના સંદેશને જન-જન સુધી પહોંચાડ્યો હતો.