error: This Content is protected !!

જસદણ કોટડા સાંગાણી સહિત રાજકોટ જિલ્લામાં ૧૩૯ માંથી ૫૪ મિલકતો એનિમી પ્રોપર્ટી ન હોવાનું સામે આવ્યું

ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે અથવા ૧૯૬૫ ના યુદ્ધ પછી દેશ છોડીને અન્ય દુશ્મન દેશમાં સ્થાયી થયેલાની પ્રોપર્ટી એનીમી જાહેર 

 

૫૪ મિલકતો હિજરતી મિલકત સાબિત થતાં મુંબઈ કસ્ટોડિયન ઓફિસને દરખાસ્ત કરાશે મોટાભાગની મિલકતો જેતપુર વિસ્તારમાં

 

ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે અથવા ૧૯૬૫ના યુદ્ધ પછી જે લોકો ભારત છોડીને પાકિસ્તાન કે અન્ય દુશ્મન દેશમાં સ્થાયી થયા છે તેમની ભારતમાં રહેલી મિલકતોને એનિમી પ્રોપર્ટી જાહેર કરી તેને કબ્જો કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હેઠળ લેવામાં આવ્યો છે

તાજેતરમાં રાજકોટ જિલ્લામાં આવી ૧૩૯ મિલકતોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કુલ નોંધાયેલી મિલકતોમાંથી ૫૪ મિલકતો એનિમી પ્રોપર્ટી ન હોવાનું ખુલ્યું છે. તાજેતરમાં જ રાજકોટ જિલ્લામાં આવેલી આવી કુલ ૧૩૯

એનિમી પ્રોપર્ટીનો સર્વે કરવાની અને તેનું વેલ્યુએશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાંથી ૫૪ જેટલી મિલકતો એનિમી પ્રોપર્ટીની ન હોવાનું સામે આવ્યું છે. કલેકટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ટોટલ ૧૩૯ મિલકતો કસ્ટોડિયન ઓફ એનિમી

પ્રોપર્ટી હસ્તક છે. સર્વે પણ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. પરંતુ હવે તેમાંથી ૫૪ જેટલી પ્રોપર્ટીઓ એનિમી પ્રોપર્ટી ન હોવાનું સામે આવ્યું છે અને આ ૫૪ હિજરતી મિલકતો હોવાનું સામે આવતા હવે તંત્ર દ્વારા મુંબઈ ખાતે કસ્ટોડિયન ઓફ ઇન્ડિયા ઓફિસ ખાતે

એડિશનલ કલેકટર દ્વારા દરખાસ્ત કરવામાં આવશે અને જણાવવામાં આવશે કે આ મિલકત જેઓને પ્રોપેટીમાં સમાવેશ ન કરવા જણાવવામાં આવશે.

ડિકલેર્ડ પ્રોપર્ટીમાં સૌથી વધુ જેતપુર ૪૪,ઉપલેટા ૧૨,પડધરી ૪, ધોરાજી ૩, ગોંડલ ૨,કોટડા સાંગાણી ૧ સહિત ની પ્રોપર્ટી નો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે પ્રોસેસ કેસ પ્રોપર્ટી ૭૩ જેતપુર ૫૯ ગોંડલ ૭, જસદણ ૪,રાજકોટ શહેર ૨, કોટડા સાંગાણી ૧ સહિતની મોટાભાગની મિલકતો ખેતીની જમીન, રહેણાંક અને વ્યવસાયિક પ્રકારની છે. જેમાંથી ૫૪ જેટલી પ્રોપર્ટીઓ હવે એનિમી પ્રોપર્ટી ન આવવાનો સામે આવ્યું છે.