error: This Content is protected !!

જસદણ આટકોટ ચિતલીયા વીરનગર ખારચીયા સહિત ૧૭ ગામૉના ચેક ડેમો સૌની યોજનાથી ભરવા સર્વે શરૂ ગ્રામજનોએ મંત્રી કુંવરજીભાઈ નો આભાર પ્રગટ કર્યો

જસદણ શહેર સહિત પંથકના 17 જેટલા ગામોના ચેક ડેમો નર્મદા સૌની યોજના થકી ભરવા માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનો આગેવાનોએ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નો આભાર પ્રગટ કર્યો હતો સૌની યોજના હેઠળ સત્તર ગામો સહિત આટકોટ જિલ્લા પંચાયત વિસ્તારના પાંચ ગામો તેમજ જસદણ શહેરનો સમાવેશ કરવા અંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના માર્ગદર્શન અને સૂચના અનુસાર ગાંધીનગરથી આવેલ સર્વે ટીમ તથા રાજકોટ સૌની યોજના કચેરીના અધિકારીઓ દ્વારા સ્થળ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી આ અંતર્ગત જસદણના ચિતલીયા રોડ ઉપર ખારી ડેમ, ચીતલિયા, લાખાવડ, વીરનગર-લીંબાળાનદી, આટકોટ તથા ખારચિયા સહિતના વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો. આ મહત્વપૂર્ણ કામગીરી દરમિયાન જસદણ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા,જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકીતભાઈ રામાણી,

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશભાઈ હિરપરા,

તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ મનસુખભાઈ જાદવ,

ખેડૂત અગ્રણી પ્રવીણભાઈ છાયાણી, અગ્રણી બાવુભાઈ વાળા તેમજ વિવિધ ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારોના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળી રહે અને ખેતી સમૃદ્ધ બને તે માટે સૌની યોજના વહેલી તકે મંજૂર થાય તે દિશામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જે અંગે આગેવાનોએ સંપૂર્ણ આશાવાદ સાથે મંત્રી નો આભાર પ્રગટ કર્યો હતૉ