error: This Content is protected !!

જસદણના ચિતલીયા ડુંગરૅ કાલે શીતળા માતાનો પરંપરાગત દૅશી મેળો યોજાશે આંખની માનતા અને કુલર જારવાનો રિવાજ

ગ્રામ્ય પંથકવાસીઓ મેળો મહાલવા વહેલી સવારથી જ ઉમટી પડશે મેળામાં ચોર ખીચા કાત્રુ ટોળકીથી સાવધાન રહૅવા પ્રવીણ છાયાણી ની અપીલ

 

જસદણ તાલુકાના ચિતલીયા ગામે ચીતલીયા ડુંગર ઉપર શીતળા માતાનો પરંપરાગત દૅશી મેળો આવતીકાલે યોજાશે માતાનો આ ભાતીગળ મેળો માણવા જસદણ તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકના લોકો વહેલી સવારથી જ મેળો માણવા અને માતાજીના દર્શન કરવા ઉંટી પડશે આ મેળામાં ચોર અને ખીચા કાત્રુ ટોળકી દર વર્ષે આવે છે જેથી લોકોએ સાવધાન રહેવા ચીતલીયા રોડ વિસ્તારના અગ્રણી આગેવાન અને સામાજિક કાર્યકર પ્રવીણભાઈ ઉકાભાઇ છાયાણીએ અપીલ કરી છે શ્રાવણી સાતમ દરમિયાન અહીં શીતળા માતાને કુલર નો પ્રસાદ જારવામાં આવે છે તેમજ આંખ માંથુ દુખતું હોય તેની માનતા રાખવામાં આવે છે ચીતલીયાના ડુંગર ઉપર બિરાજમાન શીતળા માતા ને કુલર નો પ્રસાદ ધરવાથી તેઓ રક્ષા કરતા હોવાનું માનવામાં આવે છે અહીં મેળામાં દર વર્ષે ગજવા ચૉર ટોળકી ઉતરી પડે છે જેથી લોકોએ સાવધાન રહેવા પણ ખેડૂત અગ્રણી પ્રવીણભાઈ છાયાણીએ અનુરોધ કરેલ છે