error: This Content is protected !!

ઉમેદવારોની જાહેરાત પૂર્વે જ બે ફોર્મ ઉપડતા ભાજપ નેતાગીરી એલર્ટ લોધિકા સંઘની ચૂંટણી ભાજપમાં ભડકો સર્જશે જબરા કાવાદાવા

અરવિંદ રૈયાણીની કથિત ઓડિયો ક્લીપ વાયરલ દાવેદારોને પાર્ટીના મેસેજ સુધી ફોર્મ નહીં ઉપાડવા સુચના અમુક આગેવાનોનો ગમે તે ભોગે ચૂંટણી લડવાનો મૂડ સહકારી ક્ષેત્રમાં ઉતેજના

 

રાજકોટ જિલ્લાની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા એવી રાજકોટ-લોધિકા સંઘની આગામી મહિને યોજાનારી ચૂંટણી અને ફોર્મ ભરવાને આડે માંડ બે દિવસ બાકી છે ત્યારે આંતરિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હોવાના તથા રાજકીય કાવાદાવા શરૂ થવાના એંધાણ છે. સીનીયર આગેવાન અરવિંદ રૈયાણીની કથિત જુની ઓડિયો કલીપ વાયરલ થઇ છે. બીજી તરફ સીનીયર હરિફ નેતાઓએ પણ રસ લેવાનું શરુ કર્યાની ચર્ચા છે. રાજકોટ-લોધિકા સહકારી સંઘની ચૂંટણી માટેના ફોર્મ ભરવાનો ગુરુવારે છેલ્લો દિવસ છે. ભાજપે પાર્ટી લેવલે ચૂંટણી લડવાનું નકકી કર્યું છે તેના ભાગરુપે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા પણ કરી હતી. હવે નેતાગીરી ઉમેદવારોની યાદી ક્યારે જાહેર કરે છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે અને તે પૂર્વે આંતરિક ગરમાવો છે લોધિકા સંઘના ઉમેદવાર-ચેરમેન પદના દાવેદાર અરવિંદ રૈયાણીની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થતાં એકબીજાને પાડી દેવાના કાવાદાવા શરુ થયાનું કહેવાય છે. કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવીયાના આગમન વખતે તેમની હાજરીને પણ ચૂંટણી રાજકારણની દ્રષ્ટિએ સૂચક ગણવામાં આવે છે. સહકારી ક્ષેત્રમાં થતી ચર્ચા પ્રમાણે લોધિકા સંઘમાં આંતરિક જુથવાદ છે. પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચા તથા અરવિંદ રૈયાણી જુય વર્ચસ્વ જાળવવા મળે છે અને તેના ભાગરૂપે લોકલથી માંડીને પ્રદેશ નેતાગીરી બહુમતી હોવાની નિશ્ચિત જીત બને છે અને તે સંજોગોમાં પાર્ટી લાઇનની ઐસીતૈસી થઇ શકે છે. ભાજપ નેતાગીરીને હિલચાલની ગંધ આવી ગઇ હોય તેમ તમામ દાવેદારો-સભ્યોને ફોન મારફત પાર્ટીનો મેસેજ ન મળે ત્યાં સુધી ફોર્મ પણ નહીં ઉપાડવાની સુચના-આપવામાં આવી હતી. કોઇ ગેરસમજ ન ફેલાય તે માટે આ સુચના અપાઇ હતી. ગઇકાલે બે દાવેદારોએ ફોર્મ ઉપાડી લેતા પાર્ટી એલર્ટ થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ૮મી સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણી પૂર્વે તા.૨૦ સુધીમાં ફોર્મ ભરવાની મુદત છે. ભાજપ દ્વારા હજુ ઉમેદવારો જાહેર કરાયા નહોવાથી જબરી ઉત્તેજના છે.