શ્રીઘેલા સોમનાથમાં જાહેર નાણા માથી લાખોના ખર્ચે નિર્માણ પામેલ વન કવચને અલીગઢી તાળા યાત્રાળુઓ માટે ખુલ્લું મુકવા માંગ
વન કવચ ખુલ્લુ મુકવા રાજ્યના મુખ્યમંત્રી તથા વન અને પર્યાવરણ મંત્રીને શિક્ષણ વિદ ભુપતભાઈ કેરાળીયાની લેખિત ફરિયાદ
જસદણ વિંછીયા નજીકના શ્રીઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે સામાજિક વનીકરણ રેન્જ, વિંછીયા દ્વારા જાહેર નાણાંમાંથી લાખો રૂપિયાના ખર્ચે વન કવચનું નિર્માણ કરવામાં આવેલ છે હાલ આ વન કવચનૅ મણ મણના અલીગઢ તાળા લટકતા હોવાથી વિછીયા પંથકના શિક્ષણ વિદ અને તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપતભાઈ સુંદરભાઈ કેરાળીયાએ. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તેમજ મુખ્યમંત્રી સહિતનાઓને લેખિત ફરિયાદ કરી તુરંત આ વન કવચ ખુલ્લુ મુકવા માંગ કરતા જણાવવાનું છે કે આ સ્થળનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા તેમજ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથ ખાતે આવતા યાત્રાળુઓ દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ અને સામાન્ય લોકોને તેનો લાભ મળે તેવા હેતુથી બનાવમાં આવેલ છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ઘેલા સોમનાથ મહાદેવના દર્શન માટે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આવા સમયે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આ વન કવચને મણ મણના અલી ગઢી તાળા મારીને બંધ રાખવામાં આવે છે તૅ જાહેર નાણા નો દુરુપયોગ અને પ્રજાના પરસેવાની કમાણી વેડફાટ અત્યંત ચિંતાજનક બાબત છે નાગરિકોના પરસેવાની કમાણીના લાખો રૂપિયાના જાહેર
નાણાંના ખર્ચે બનાવવામાં આવેલ વન કવચને બંધ રાખવાનું ચોક્કસ કારણ શું છૅ જો સામાન્ય જનતા અને યાત્રાળુઓ તેનો ઉપયોગ કરી શકતા ન
હોય તો આટલો મોટો ખર્ચ કરવાનો હેતુ શું વન કવચ ક્યાં હેતુ માટે બનાવવામાં આવ્યું છે અને તેના ઉપયોગ માટે કોઈ નિયમો નક્કી કરવામાં આવ્યા છે કે કેમ તેને વારંવાર લોક મારીને બંધ રાખવાનો આદેશ કયા અધિકારી દ્વારા આપવામાં આવ્યો છૅ જાહેર નાણાંમાંથી થયેલા આ ખર્ચનો યોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવે તેવી અંતમાં ભુપતભાઈ કેરાળીયા જ દ્વારા જૂઆત કરવામાં આવી છે.