error: This Content is protected !!

ગોંડલના પાટીદડ ખાતે મંત્રી કુંવરજીભાઈ ની અધ્યક્ષતામાં તા,૨૨ના રૉજ ૭૭મા વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી

સાંસદ સભ્યો ધારાસભ્યો તથા મહાનુભાવોના હસ્તે એક પેડ માં કૅ નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ વૃક્ષરથને પ્રસ્થાન કરાવાશે 

 

સામાજિક વનીકરણ વિભાગ-રાજકોટ દ્વારા ૭૭મા વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી તા.૨૨ ઓગસ્ટ ને શનિવારના રોજ સવારે ૯ કલાકે ગોંડલ તાલુકાના પાટીદડ સ્થિત વિમલ રિસર્ચ સોસાયટી ખાતે કરવામાં આવશે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં ‘એક પેડ માઁ કે નામ ૩.૦’ વૃક્ષારોપણ કરવામાં આવશે. આ તકે મંત્રીના હસ્તે વૃક્ષરથને પ્રસ્થાન કરાવાશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, સાંસદો પરશોત્તમભાઈ રૂપાલા અને કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો સર્વે ગીતાબા જાડેજા, ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતાબેન શાહ, જયેશભાઈ રાદડીયા, રમેશભાઈ ટીલાળા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, ઉદયભાઈ કાનગડ, શ્રી જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરિયા, મેઘજીભાઈ ચાવડા તથા શામજીભાઈ ચૌહાણ ઉપસ્થિત રહેશે.