વિંછીયા તાલુકાના ગુંદાળા ગામૅ 30 વર્ષીય ગીતાબેન કટૅશીયાનૅ ઍક દી તાવ આવ્યા બાદ તબિયત વધુ બગડતા મૉત
તાવ આવ્યા પછી બ્લડપ્રેશર લો થયું અને શ્વાસમાં તકલીફ થઇ રાજકોટ સીવીલમાં સારવારમાં દમ તોડ્યો પરિવારમાં ગમગીની
વિંછીયા તાલુકાના ગુંદાળા ગામે એક મહિલાનું તાવ આવ્યા બાદ મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે. જાણવા મળ્યા મુજબ ગુંદાળા ગામે રહેતાં ગીતાબેન અમરશીભાઈ કટેશીયા ઉ.વ.૩૦ ગઇકાલે બિમાર પડી જતાં તબીયત બગડતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાતે તેમનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચાકીના સ્ટાફે વિંછીયા પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર ગીતાબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ અમરશીભાઈ કટેશીયા ખેતી કરી ગુજરાન ચલાવે છે તૅમના સગાના કહેવા મુજબ ગીતાબેનને એક દિવસ તાવ આવ્યો હતો અને તેની દવા લીધી હતી બાદમાં ગઈકાલે એકાએક બ્લડપ્રેશર લો થઈ જતાં અને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડતા જસદણ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પણ ત્યાંથી રાજકોટ લઈ જવાનું કહેવાતા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા અહિ મૃત્યુ થયું હતું. પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું