બાકાજીકી લડી લ્યો 35 ફોર્મ માન્ય રા.લો. સંઘમાં પોણો ડઝન ઉમેદવારો પાર્ટી આદેશ આપે કે ના આપે પાછા ન ખેંચવા હુંકાર લડી લૅવા મક્કમ
ભાજપનું એક જૂથ બીલીમોરા વાળી કરવાના મૂડમાં રાજકોટ લોધીકા સંઘની ચૂંટણીમાં ચેરમેન પદ સુધી લડવાની તૈયારી તા,27 સુધી ફોર્મ પરત ખેંચી શકાશે
એશિયાના સૌથી મોટા તાલુકા સંઘ એવા 'રાજકોટ લોધીકા સહકારી સંઘ'ની સામાન્ય ચૂંટણી આગામી ૮ સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે. ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે આ ચૂંટણીમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ભાજપ દ્વારા મેન્ડેટ આપીને ઉમેદવારોના નામ જાહેર કરવાના હતા, પરંતુ પક્ષમાં આંતરિક જૂથવાદ એટલી હદે ચરમસીમાએ પહોંચી ગયો કે છેલ્લી ઘડીએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક તમામ દાવેદારોને ફોર્મ ભરવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી હતી.
કુલ ૩૬ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. જોકે, તેમાંથી કેશુભાઈ નંદાણીએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. આજે જૂની કલેકટર કચેરી ખાતે આવેલી પ્રાંત-૧ કચેરીમાં ઉમેદવારોની હાજરીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરાયેલી આ ચકાસણીમાં બાકી રહેલા તમામ ૩૫ જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. આવતીકાલે તારીખ ૨૭ સુધી ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે. હવે જોવાનું એ રહે છે કે ભાજપના કયા નેતાઓ અને ઉમેદવારો ફોર્મ પરત ખેંચે છે. જો ઉમેદવારો ફોર્મ ખેંચવામાં સમજૂતી સાધશે તો આ ચૂંટણી બિનહરીફ થશે, નહીંતર મતદાન યોજાય તો ક્યા જૂથના નેતાનું પલડું ભારે રહેશે તે જોવું અત્યંત રસપ્રદ બની રહેશે.
હાલ ત્રણેય જુથ દ્વારા પોતાના માનીતાઓ માટે ભારે લોબિંગ કરી રહ્યા છે તો પોણા ડઝન ઉમેદવારો કેસરીયા કરવાના મુડમાં છે. પાર્ટી કહે તો પણ ફોર્મ પાછા નહીં ખેંચવાનો હુંકાર કરી રહ્યા હ્યા છે ત્યારે
જો હાથમાંથી બાજી સરકતી દેખાય તો ભાજપ મેન્ડેટ આપવાનું માંડીવાળી બિનરાજકીય ધોરણે ચુંટણી લડવાની પણ જાહેરાત કરે તો નવાઈ નહીં. ભાજપનું જ એક જુથ બિલિમોરાવાળી કરવાનાં મુડમાં છે અને રા.લો. સંઘના ચેરમેન પદની ચુંટણી સુધી લડવાની તૈયારી કરી રહ્યું હોવાથી આ ચુંટણીમાં ભાજપના નેતાઓની કસોટી થાય તેવું સ્પષ્ટ જણાવાય છે.
રા,લૉ, સંઘમાં તમામ ૩૫ માન્ય ઉમેદવારોની યાદી
નીતિનભાઈ ચોવટીયા, રમેશભાઈ સોરાણી,અરવિંદભાઈ રૈયાણી, વેકસિંહ, સિંધવ અશ્વિનભાઈ લીંબાસીયા, કરશનભાઈ ડાંગર, હરજીભાઈ અજાણી, નીતિનભાઈ ઢાંકેચા, વિજયભાઈ સખીયા, મહેશભાઈ આસોદરીયા, પૃથ્વીસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ મહેતા,ભૂપેન્દ્રસિંહ જાડેજા, રામભાઈ જળુલ, ખમણભાઈ પરસાણા, ધીરૂભાઈ રોકડરા, જદિપસિંહ જાડેજા, સંજયભાઈ અમરેલીયા,હરજીભાઈ પીપળીયા, મુકેશભાઈ કમાણી,બાબુભાઈ નસીત, મનસુખભાઈ સરધારા, શૈલેષભાઈ પરસાણા, મોહનભાઈ દાફડા, ગૌરવસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, છગનભાઈ પટોરિયા, નીતિનભાઈ રૈયાણી, મનસુખભાઈ વેકરીયા, ભુપેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રકુમાર ભુવા, પરસોતમભાઈ પડાયા, રઘુવીરસિંહ જાડેજા, ચીરાગભાઈ લીંબાસીયા સહિતના 35 ઉદવારોનાં ફોમ માન્ય રહ્યા હતા