કોટડાસાંગાણીના હડમતાળામાં સગર્ભા કમળા બેનનુ શ્વાસ ચડયા બાદ રાજકોટ સારવારમાં મોત થતા પરિવારમાં કલ્પાંત
એક પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી 30 વર્ષીય સગર્ભા મહિલાના મોતથી મૂળ દાહોદ દેવગઢ બારીયા ના પરિવારમાં ગમગીની છવાઈ
કોટડા સાંગાણીના હડમતાળા જીઆઈડીસી વાઘેશ્વર મંદિર સામે રીવેલ લિમિટેડના કારખાનાના મકાનમાં રહેતી સગર્ભા મહિલા કમળાબેનને શ્વાસ ઉપડતા ગોંડલ જનાના હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ રાજકોટ સીવીલ હોસ્પિટલે વધુ સારવાર માટે લાવતા સારવાર દરમિયાન મોત થતા એક પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી છે.મહિલાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છૅ
બનાવની મળતી માહિતી મુજબ, કોટડા સાંગાણીના હડમતાળા જીઆઈડીસી વાઘેશ્વર મંદિર સામે રીવેલ લિમિટેડના કારખાનાના
મકાનમાં રહેતી સગર્ભા મહિલા કમળાબેન મોહનભાઈ નાયક ઉંમર વર્ષ ૩૦ મૂળ દાહોદ દેવગઢ બારીયા ને આઠ માસનો ગર્ભ હોય દરમ્યાન તા.૧૩/૮ના રોજ સવારે ૧૧ વાગ્યા આસપાસ શ્વાસની તકલીફ થતા પ્રથમ ગોંડલ જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા બાદ સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
પોલીસે બનાવની નોંધ કરી તપાસ શરૂ કરી હતી. મહિલાને સાત વર્ષના લગ્નગાળામાં સંતાનમાં એક પુત્રી છે બાદ આઠ મહિનાનો ગર્ભ હતો તેમ તપાસમાં જાણવા મળ્યું છે