error: This Content is protected !!

જસદણના સાણથલીમાં રૂ.૮૦ હજારની કિંમતના જ્ઞાન કરંટ અફૅર્શ સાહિત્ય ધાર્મિક પુસ્તકો ભેટ કરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

બૌદ્ધિક વિકાસ કારકિર્દી અને જીવન ઘડતરમાં પુસ્તકોનું અનેરું યોગદાન

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા છાત્રોને આ પુસ્તકો મદદરૂપ બનશે

 

 જસદણના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે જસદણ તાલુકાના સાણથલીમાં ગામના ગ્રંથાલય માટે રૂ.૮૦ હજારની કિંમતનાં પુસ્તકો અર્પણ કર્યા હતા.

આ તકે મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી પુસ્તકપ્રેમી હોવો જોઈએ. શૈક્ષણિક અને કારકિર્દી ઘડતર સાથે જીવન ઘડતરમાં પુસ્તકોનું મહત્વનું યોગદાન હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પુસ્તકો તેમજ અન્ય સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ બને તે જરૂરી છે. વિદ્યાર્થીઓ સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સની સાથે સાહિત્યિક તથા ધાર્મિક પુસ્તકો થકી બૌદ્ધિક વિકાસ સાધી શકે તે માટે આ પુસ્તકો ઉપયોગી નીવડશે તેમ જણાવ્યું હતું.

આ તકે મંત્રી એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પુસ્તકો ભેટ કરી ઉજ્જવળ કારકિર્દીના અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે જિલ્લા પંચાયત સભ્યો તથા ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ વાણીયા તાલુકા ભાજપના મહામંત્રી મહેશભાઈ જોશી તથા વિસ્તારના આગેવાન શ્રીકાંતભાઈ વેકરીયા તથા અન્ય આગેવાનો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.