error: This Content is protected !!

જસદણ ડુંગરપુર મંદિર ના મહંત શ્રી હરિહરાનંદ ગિરી જી મહારાજૅ ૧૧ જ્યોતિર્લિંગ યાત્રાએ પ્રસ્થાન કર્યું સંતો ભક્તોએ સફળ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી

પવિત્ર શ્રાવણ માસ માં જ્યોતિર્લિંગ દર્શનનું અનેરૂ મહત્વ છે મહારાજ શ્રી લોક કલ્યાણ વિશ્વ શાંતિ અને સનાતન ધર્મના જયધૉષ સાથે શિવયાત્રાએ જવા રવાના  

 

 પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવાલયો હાલ હર હર મહાદેવ ના નાદ સાથે શિવ શંભુ ની પૂજા અર્ચના ઉપાસના પર્વ પવિત્ર અને પાવન શ્રાવણ માસ ચાલી રહ્યો છે તૅ નિમિત્તે જસદણના શ્રી ડુંગરપુર હનુમાનજી મંદિર ની જગ્યાના મહંત શ્રી હરિહરાનંદ ગિરી જી મહારાજ ૧૧ જ્યોતિર્લિંગની મંગલ યાત્રાએ પ્રસ્થાન કરી રહ્યા છે.

મહારાજશ્રીની આ યાત્રા લોક કલ્યાણ, વિશ્વ શાંતિ અને સનાતન ધર્મના જયઘોષ અર્થે છે. શ્રાવણ માસમાં જ્યોતિર્લિંગ દર્શનનું વિશેષ મહાત્મ્ય છે.

આ યાત્રા દરમિયાન મહારાજશ્રી સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમ્કારેશ્વર, ભીમશંકર, કાશી વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વરમ અને ઘુષ્મેશ્વર એમ ૧૧ જ્યોતિર્લિંગના દર્શન અને જલાભિષેક કરશે.

સંતો-ભક્તો દ્વારા મહારાજશ્રીની આ ધર્મયાત્રાની સફળતા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.