જસદણની સોરઠીયા વાડીમાં પાણી ચોરો ઉપર નગરપાલિકાની લાલ આંખ એક અને પોણા ઇંચ ના 30 ગેરકાયદેસર કનેક્શન કટ કરતા પાણી ચૉરોમાં ફફડાટ
પાણી ચોરીની વારંવાર ફરિયાદો ઉઠતા ચીફ ઓફિસર મેહુલ જોધપુરા પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણીના આદૅશથી રહી રહીને આળસ મરડી તંત્ર જાગ્યું
જસદણ શહેરમાં બેફામ બનેલા પાણીચોરો સામે નગરપાલિકા તંત્રએ રહી રહીને આળસ મરડીનૅ લાલ આંખ કરતા જ પાણી ચોરોમાં ફફડાટ ફેલાયો હતો પાલિકા તંત્રએ કડક વલણ અખત્યાર કરી આક્રમક કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી અને ચીફ ઓફિસર મેહુલ જોધપુરાના સીધા આદેશ બાદ અધિકારીઓના કાફલાએ સોરઠીયાવાડી વિસ્તારમાં ત્રાટકીને ગેરકાયદે લેવાયેલા 1 ઈંચ અને પોણા ઈંચના 30 જેટલા પાણીના જોડાણો સ્થળ પર જ કડકાઈથી - કાપી નાખી સપાટો બોલાવ્યો હતો -અનધિકૃત કનેક્શનોને કારણે — સામાન્ય પ્રજાના હકના પાણી પર તરાપ મરાતી હોવાની ફરિયાદો
ઉઠતા તંત્રએ દરોડા પાડયા હતા. પાલિકાની ટીમને જોતા જ ગેરકાયદે જોડાણ લેનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
અધિકારીઓની ટીમે સ્થળ પર જ પાણીચોરોને પડકાર્યા
આ કડક ઓપરેશનમાં પાલિકાનો ઉચ્ચ સ્ટાફ જાતે મેદાનમાં ઉતર્યો હતો. જેમાં એસ.બી. રાવલ, પ્રતાપભાઈ સોલંકી, કિંજલબેન ચૌહાણ અને પાણી પુરવઠા વિભાગની ટીમ જોડાઈ હતી. આ તકે તંત્રએ આકરી ચેતવણી આપી હતી કે શહેરના કોઈપણ ખૂણે પાણીચોરી ચલાવી લેવાશે નહીં. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારે કડક દંડાત્મક કાર્યવાહી ચાલુ રહેશે અને નિયમો તોડનારા સામે કાયદેસરના પગલાં લેવાશે.