error: This Content is protected !!

વલસાડ નારગોલના મહિલા સરપંચે મુખ્યમંત્રીને લખ્યું તાડી વ્યવસાયની છૂટ આપો નકલી દારૂ બંધ થશે આવક વધશે રાષ્ટ્રપતિ વિજેતા સરપંચે દારૂબંધી હળવી કરવા કહ્યું

ભંડારી અને પારસી સમુદાયના લોકો કુદરતી પીણા ખજુરીના વૃક્ષ માંથી તાડી મેળવી મુંબઈ સુધી મોકલતા હતા નશાબંધી અમલમાં આવતા વ્યવસાય બંધ થયો

 

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ સ્વીટીબેન યતીન ભંડારી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ગામમાં પ્રાયોગિક ધોરણે નશાબંધી હળવી કરવાની અનોખી અને બોલ્ડ માગણી કરવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે ગિફ્ટ - સિટી અને અન્ય પ્રવાસન સ્થળોની જેમ નારગોલમાં પણ દારૂ અને કુદરતી પીણાં તાડીના વેચાણ માટે નશાબંધીના નિયમો હળવા કરવામાં આવે સરપંચે રજૂઆત કરતાં જણાવ્યું છે કે, નારગોલ એ 5 કિલોમીટર લાંબો સુંદર દરિયાકિનારો ધરાવતું પ્રવાસન ધામ છે, જે દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલું છે. નશાબંધી પહેલાં અહીનો ભંડારી અને પારસી સમુદાય ખજૂરીના વૃક્ષોમાંથી તાડી મેળવી મુંબઈ સહિતના વિસ્તારોમાં મોકલતા હતા નશાબંધી અમલમાં આવતા આ વ્યવસાય બંધ થઈ ગયો છે

 

નશાબંધી હળવી કરવા પાછળ સરપંચની રોજગારી ટુરીઝમ સહિત 5 દલીલ

 

રોજગારી અને ટુરિઝમ નશાબંધી હળવી થવાથી પ્રવાસન ક્ષેત્રે સ્થાનિક યુવાનોને રોજગારી મળશે.નકલી દારૂ પર લગામ ચોરીછૂપીથી મળતા નકલી અને ગુણવત્તા વગરના દારૂનું દૂષણ બંધ થશે, જેથી જાહેર આરોગ્યનું જોખમ ટળશે રાજ્યને મહેસૂલ કાયદેસરની છૂટ આપવાથી મોટી આવક પ્રાપ્ત થશે પરંપરાગત વ્યવસાય નિયમન હેઠળ તાડીના વેચાણની મંજૂરી મળતાં ભંડારી સમાજની પરંપરાગત રોજીરોટી પુન શરૂ થશે તથા પ્રવાસનને વેગ મળશે