error: This Content is protected !!

જસદણમાં નરાધમ બદમાશો એ સતત પાંચમી વખત ગૌવંશ ઉપર એસિડ એટેક કરતા ગૌ પ્રેમીઓ લાલ ઘુમ હૅવાનૉનૅ દાખલા રૂપ કડક સજા ફટકારવા માંગ

અબૉલ પશુ ઉપર અત્યાચાર અંગે શહેરીજનો જાગો હેવાન બદમાશોની અમને માહિતી આપો જીવ દયા ટીમ કાર્યવાહી કરશે રાજુભાઈ ધાધલ

 

જસદણ શહેરમાં ગૌવંશ નંદી મારાજ ઉપર નરાધમોએ સતત પાંચમી વખત એસિડ એટેક કરવામાં આવતા જીવદયા પ્રેમીઓ લાલ ગુમ થયા હતા નરાધમ બદમાશો ઉપર પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી એસિડ હુમલા થી ઘાયલ થયેલા અને કણસતા નંદી મહારાજને ગૌ પ્રેમી રાજુભાઈ ધાધલ અને જીવદયા ટીમ દ્વારા રેસ્ક્યુ કરી નદીમારાજ ને રામ ચરિત ફાઉન્ડેશન મેટોડા ગૌશાળા ખાતે મોકલવામાં આવેલ હતા શહેરના ગીતા નગર વિસ્તારમાં દયાહીન હેવાનોએ એસિડ એટેક કરેલ હતૉ નરાધમ જે આવા અબોલા પશુ ઉપર વારવાર એસિડ એટેક કરૅછે ત્યારે જવાબદાર તંત્ર કે જસદણ લોકૉ ગંભીરતાથી રસ લેતા ન હૉવાથી આવા દયા હિન બદમાશો કોઈનો ડર રહેતો નથી અને વારંવાર અબોલ પ્રાણીઓ પર આવા કૃત્ય કરે છે ગૌ પ્રેમી રાજુભાઈ ધાધલ એ વધુમાં જણાવ્યું છે કે હવે અમને આ નરાધમ બદમાશૉની માહિતી આપો એટલે અમે જીવ દયા ટીમ કાર્યવાહી કરશું

 ક્યાં સુધી આ અબોલા પશુ ઉપર અત્યાચાર સહન કરવૉ શહેરીજનોએ હવે જાગવાની જરૂર છે આ નરાધમો ને સજા કરવાનો સમય આવી ગયો છે આ નદી મારાજ ની પીડા જોવાય એવી નથી ખૂબ દુઃખ થાય છે જયારે આવા ગો વંશ ઉપર અત્યાચાર થાય છે હવે જાગો અને જસદણ શહેરમાં ગો વંશ ઉપર થતા આવા એસિડ એટકે બંધ કરવા અમારી મદદ કરો તેમ અંતમાં ગૌસેવક રાજુભાઈ ધાધલૅ જણાવ્યું હતું