કોઠી ખેતલીયા દાદા ના મંદિરે નાગ પંચમી નિમિત્તે શોભાયાત્રા ધ્વજા રોહણ મહા આરતી પુજન મહાપ્રસાદ જૅવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા
જસદણના કોઠી ગામે ભવ્ય લૉક મેળૉ યોજાયો હતો જેમાં પંથકના દૂર દૂરથી આવૅલા લોકોએ દાદા ના દર્શન સાથે મેળાની પણ મોજ માણી હતી
જસદણ તાલુકાના કોઠીગામેં આવેલ વિખ્યાત શ્રીખેતલીયા દાદા મંદિર રે શ્રાવણ માસ નાગપંચમી નિમિત્તે પુજન શોભાયાત્રા ધ્વજા રોહણ મહાપ્રસાદ જૅવા ધાર્મિક કાર્યક્રમો ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અહીં શ્રદ્ધાળુએ મેળા નો પણ લાભ લીધો હતો દૂર દૂરથી ભક્તો શ્રદ્ધાળુઓ ખેતલીયા દાદા ના દર્શન કરવા સાથે મેળાની પણ મોજ માણી હતી
શ્રી ખેતલીયા દાદાના મંદિર કોઠી ગામમાં ધામધૂમથી લોકમેળો નું આયોજન કરવામાં આવ્યું હતું નાગ પંચમી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો દ્વારા સવારે 8 વાગ્યાથી કોઠીગામના રામજી મંદિરથી શોભાયાત્રા નીકળી હતી તેમજ ધ્વજારોહણ કરાયું બપોરે 12 વાગ્યે પુજા અર્ચના કરી આરતી કરવામાં આવી હતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું ખેતલીયા દાદા ના દર્શન કરવા લોક મેળાની મોજ માણવા દૂર દૂરથી લોકો પહોંચ્યા હતા