અટકોટમા બીરાજમાન અંબાજી મંદિરે આવતીકાલે ભવ્ય મેળો યોજાશે જસદણ પંથકમાંથી માતાના દર્શન અને મેળો મહાલવા લોકો ઉમટી પડશે તૈયારીઓ પૂર્ણ
જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલા શ્રી અંબાજી માતાજીના મંદિરે આવતીકાલે કૃષ્ણ જન્માષ્ટમી આઠમના દિવસે ભવ્ય લોકમેળો યોજાશે જગતજનની જગદંબાના આશિષ લઈ આ મેળો માણવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે આટકોટની સીમમાં આધારની ભાદરના કાંઠે બિરાજતા ઐતિહાસિક અંબાજી માતાના દર્શન નો લાવો ધઇ લૉકૉ ધન્યતા અનુભવે જસદણ તેમજ પંથકના પાંચવડા જીવાપર જસાપર આટકોટ બળધોઈ વિરનગર જંગવડ ગુંદાળા મૉટા દડવા ખરચીયા ઝુંડાળા લીલાપુર ચીતલીયા લાખાવાડ ગઢડીયા શિવરાજપુર માધવીપુર કોટડા પીઠા વાવડા ખાનપર ડોડીયાળા હલેન્ડા સરધાર માંડવા આજુબાજુના પંથકમાંથી હોશભેર દૂર દૂરથી લોકો અહીં પધારી અંબાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને માતાના સાનિધ્યમાં ભવ્ય મેળાનો આનંદ માણે છે મેળા અંગે અંબાજી મંદિરના પૂજારી ત્રમ્બકભાઈ પંચોલી ઍ જણાવ્યું છે કે મેળાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આધારની ભાદર નદી કિનારે બિરાજમાન અંબાજી માતાજીના મંદિરે દર વર્ષે લોકોનું ઘોડાપૂર ઉમટી પડશૅ આ વર્ષે પણ મંદિર ગ્રુપ દ્વારા સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે