ઘેલા સોમનાથ દાદાના સાનિધ્યમાં મંત્રી બાવળીયાઍ વહેલી પ્રભાતે સહ પરિવાર સાથૅ પૂજન આરતી ધ્વજા રોહણ બ્રહ્મ ચોરાસી કરી દાદાનૅ રુચી રુચી થાળ ધરાવ્યો
મંત્રી કુંવરજીભાઈએ દાદા પરની અપાર શ્રદ્ધા સાથૅ બ્રહ્મ ભોજન લોકોના સુખ શાંતિ સારા સ્વાસ્થ્ય માટે કામનાઓ કરી ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું
જસદણ વિંછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે સહપરિવાર સાથૅ પહોંચીને દૅવાધી દૅવ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને દાદની ધજા રોહણ મહા આરતી પૂજન અર્ચન કરી અને સોમનાથ દાદાને રૂચીરૂચી થાળ ધરી લોકોના સુખ સમૃદ્ધિ સુખાકારી નિરૉગી સ્વાસ્થ્ય માટે કામના કરી હતી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમના પુત્ર ડો મનીષભાઈ બાવળીયા પુત્રી ભાવનાબેન બાવળીયા તેમના જમાઈ અનિલ કુમાર સહિત સહ પરિવાર દર વર્ષે ધૅલા સોમનાથ દાદાને થાળ ધ્વજા રોહણ મહા આરતી બ્રહ્મભોજન પૂજન આરતી ધન્યતા અનુભવે છે સાથે દાદા ઉપર આભાર શ્રદ્ધા ધરાવે છે
આ પ્રસંગે જસદણ અને વિંછીયા તાલુકાના ભાજપના આગેવાનો હૉદૅદારૉ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત નગરપાલિકા સહિતના સદસ્યો કાર્યકરો વિવિધ મોરચાના પ્રમુખો આગેવાનો અને વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ લોકોના સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને શાંતિ માટે ભોળાનાથને પ્રાર્થના કરી અને બ્રહ્મ ભોજન તેમજ બ્રાહ્મણો તમામ ભાવિક ભક્તો માટે રૂચીરૂચી ભોજન પ્રસાદનું આયોજન કરાવ્યું હતું