જસદણમાં પવિત્ર શ્રાવણ માસમાં નરાધમોએ નંદી મહારાજ ઉપર એસિડ ફૅકી ઘાયલ કરતા જીવદયા પ્રેમીઓમાં રોષ હરામખોરો ઉપર કડક કાર્યવાહી કરવા માંગ
એસીડ થી કણસતી હાલતમાં ઘાયલ ગૌવંશને જીવદયા પ્રેમી રાજુભાઈ ધાધલ સહિતની ટીમે મેટોડા ગૌશાળા ખાતે મોકલી સારવાર કરાવી
જસદણમાં કોઈ નરાધમોએ શિવજીના પોઠીયા એવા નંદી મહારાજ ઉપર એસીડ એટેક કરતા જીવ દયા પ્રેમીઓમાં રૉષ ભભૂકી ઉઠ્યો છૅ હરામખોરો ઉપર કડક કાર્યવાહી કરવા માંગ કરી છે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવજીના પ્રિય એવા નંદી મહારાજ ઉપર એસિડ ફૅકી ઘાયલ કરતા નરાધમ રાક્ષસો ઉપર ફિટકાર વરસી રહ્યો છે આ અંગે જીવ દયાપ્રેમી રાજુભાઈ ધાધલૅ જણાવ્યું છે કે જવાબદાર તંત્ર આવા નરાધમોનૅ પકડી અને કાયદાનું ભાન કરવી રાક્ષસોની શાન ઠેકાણે લાવે તેવી માંગ કરી છે જસદણ શહેર પંચમુખી હનુમાનજી મંદિરની સામેના ભાગના પાછળના વિસ્તારમાં ફરીવાર એક ગો વંશ. નદીમહારાજ ઉપર એસિડ એટેક કરવામાં આવેલ છે આવું હમણાં 4 બનેલું છે કોઈ ગોવંશ ઉપર આવા નરાધમો એસિડ એટેક કરે છે રાજકીય નેતાઓ અને સરકારી તંત્ર આમાં ધ્યાન આપી કડક કાર્યવાહી કરે જેથી બીજીવાર ગૌવંશ ઉપર કોઈ એસિડ એટેક કરવાની હિંમત ન કરે રાજુભાઈએ વધુમાં જણાવ્યું છે કે સેવાભાવી લોકોને બસ મારૅ એટલું કેવું છે કૅ આ અબોલા પશુ ઉપર આવો જુલમ થાય છે અને બધા ચૂપ થાય બેઠાં છે તે કેટલા અંશે વ્યાજબી છે અમે આજે અમારી ગૌસેવા ટીમ લાલભાઈ મારાજ અને રાજુભાઈ ધાધલ અને ગોસેવક બધા આજે આ નદી મારાજ ને રેસ્ક્યુ કરી ને ગૌશાળા મેટાડો મોકલે છે આ ગોવંશનૅ ખૂબ પીડા થતી હતી જે જોય ના શકાય એવી પીડા હતી