error: This Content is protected !!

જસદણના કોઠી ખૅતલીયા દાદાના મંદિરે વર્ધમાન અને ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૭૦મો દંત યજ્ઞ કેમ્પ યોજાયો

સ્વ.પ્રભુદાસ કામદારની સ્મૃતિમાં યોજાયેલ કેમ્પમાં વિના મૂલ્યૅ 35 વૃદ્ધોને બત્રીસી બનાવી આપી 15 ગામના લોકોએ લાભ લીધો 

 

 

જસદણ તાલુકાના કોઠીગામ ખાતે વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ અને ડીવાઈન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધીરગુરુદેવ પ્રેરિત ૭૦ મો દંત યજ્ઞ કોઠી ગામના ખેતાલીયા દાદાના મંદિરે યોજાયો જેમાં ૧૫ ગામના ૭૫ દર્દીઓને સેવાનો લાભ મળ્યો. આ કેમ્પમાં બત્રીસી ના દાતા મૂળ અમરેલી નિવાસી સ્વ.પ્રભુદાસ નરભેરામ કામદારની પુણ્ય સ્મૃતિમાં સેવા યોજાઈ હતી. કામદાર પરિવાર ના સહયોગ થી ૩૫ વૃદ્ધો ને વિનામૂલ્યે બત્રીસી બનાવી આપેલ આશરે ૧૫ ગામના લોકોએ લાભ લીધે હતૉ ડો.જયસુખભાઈ મકવાણા, ડો.દિપાલી સોની,ડો.સોનલ આસોદરીયા, ડો.સંજય અગ્રાવત અને મોનિકા ભટ્ટ જાગૃતિ ચૌહાણ, રાજુભાઈ ભુટક દ્વારા દાંત ના દર્દીઓને તપાસી દાંત કાઢી આપેલ અને બત્રીસી નું સ્વમાપ લઈ વિનામૂલ્યે આપવા વ્યવસ્થા કરેલ. મંદિરના પુજારી જીતુભાઈ અને સુરેશભાઈ વિગેરે એ વ્યવસ્થા કરેલ. ટ્રસ્ટી નીતિનભાઈ કામદાર, પ્રકાશભાઈ, હિમાંશુભાઈ, યોગેશભાઈ વિગેરેએ વ્યવસ્થા કરેલ. ધીરગુરુદેવના આશીર્વાદ થી યોજાયેલ સેવાથી સૌરાષ્ટ્રની જનતામાં આનંદની લાગણી પ્રસરી છે.