error: This Content is protected !!

જસદણ વિંછીયા સહિત જિલ્લાના 6 તાલુકા સેમી ક્રિટિકલ ઝોનમાં હોમાયા ભૂગર્ભજળ તળીયા જાટક રૂ. 89.64 લાખની સૈદ્ધાંતિક મંજૂરી

ધોરાજી, ઉપલેટા, જેતપુર, વીંછિયા અને જસદણમા 90% પાણી ખેંચાઈ ગયું કૂવા-બોરની 304 અરજીઓ સામે માત્ર 60 ખેડૂતને જ મળશે કૂવા રિચાર્જિંગનો લાભ

 

રાજકોટ જિલ્લાના 6 તાલુકાઓમાં જસદણ વિંછીયા ધોરાજી, ઉપલેટા, પડધરી, જેતપુરમાં ભૂગર્ભજળનું સંકટ અત્યંત ચિંતાજનક સપાટીએ પહોંચી ગયું છે. CGWB (સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ) દ્વારા પ્રકાશિત 'ગ્રાઉન્ડ વોટર રિસોર્સ એસેસમેન્ટ' રિપોર્ટ મુજબ, આ વિસ્તારોમાં પાણીના રિચાર્જની સાપેક્ષમાં 70થી 90% સુધી ભૂગર્ભજળ ખેંચાઈ ચૂક્યું છે, જેના કારણે આ તમામ 6 તાલુકાઓને ‘સેમી ક્રિટિકલ’ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. આ તાલુકાઓના કૂવા અને બોર બંધ હાલતમાં મુકાયા છે. ભૂગર્ભજળના આ ગંભીર તળિયાઝાટક સંકટ સામે સિંચાઈ

વિભાગ તંત્ર દ્વારા બંધ કૂવા અને બોર રિચાર્જ કરવા માટે પાઇલટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, પરંતુ તે અતિ મર્યાદિત સાબિત થઈ રહ્યો છે. આટલી મોટી સમસ્યા સામે રાજકોટ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગે દરેક તાલુકામાં માત્ર 10-10 કૂવા રિચાર્જ કરવાનો નિર્ણય લીધૉ છે,પ્રથમ તબક્કાના આ 60 ખેડૂતોના કૂવા અને બોર રિચાર્જ કર્યા બાદ જળસ્તરમાં થયેલા સુધારા અંગેનો રિપોર્ટ તૈયાર કરાશે, જેના આધારે બીજા તબક્કામાં જિલ્લાના મોટા ભાગના ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ 1 બંધ કૂવો કે બોર રિચાર્જ કરવા પાછળ રૂ.1.66-લાખનો ખર્ચ થશે. જેમાં સરકાર 90% રૂ.1.49 લાખ આપશે,ખેડૂતે પણ 10% મુજબ રૂ. 16,600 પોતાનૉ ખર્ચ ભોગવવો પડશે.

 

 

304 અરજીઓ સામે માત્ર 60 ખેડૂત જ પસંદ કરાયા યોજનામાં મોટો વિલંબ થવાની ભીતી

 

પાણીની તીવ્ર અછતને કારણે યોજનામાં ખેડૂતોનો ધસારો જોવા મળ્યો હતો. ઉપલેટામાંથી 131, વીંછિયામાંથી 83, જસદણમાંથી 52, ધોરાજીમાંથી 22, જેતપુરથી 15 અને પડધરીમાંથી 1મળીને કુલ 304 અરજી (146 ટ્યુબવેલ અને 158 કૂવા) મળી હતી. ચકાસણી બાદ 215 અરજી માન્ય ઠરી હતી. જોકે, તંત્ર દ્વારા માત્ર કમ્યુટરાઈઝડ ડ્રો કરીને આટલા મોટા વિસ્તારમાંથી માત્ર 60 ખેડૂતને જ પસંદ કરવામાં આવ્યા છે. પરિણામે, બાકીના સેંકડો ખેડૂતોને રામ ભરોસે છોડી દેવાયા છે. પ્રથમ તબક્કાના આ 60 ખેડૂતના રિપોર્ટ આવ્યા બાદ જ બીજા તબક્કામાં અન્ય લોકોને આવરી લેવાશે, જેનાથી યોજનામાં મોટો વિલંબ થવાની ભીતિ છે.

 

 

ભૂગર્ભ રિચાર્જ કરવાની પદ્ધતિ અને વહીવટી પ્રક્રિયા અંગૅ નોડલ અધિકારીની નિમણૂક

 

આ યોજના અંતર્ગત ખેડૂતના ખેતરમાંથી વહી જતા વરસાદી પાણીને કૂવાની આસપાસ 7થી 8 ફૂટ ઊંડા ખાડા કરી, મોટા પાઈપ મૂકીને ભૂગર્ભમાં રિચાર્જ કરવામાં આવશે. યોજનાના સુચારુ સંચાલન માટે દરેક જિલ્લામાં કાર્યપાલક ઈજનેરની ‘નોડલ ઓફિસર' તરીકે નિમણૂક કરવામાં આવી છે.