error: This Content is protected !!

જસદણમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા ચિતલીયા રોડ ખારીના કાંઠે આવેલ ખાનગી સ્કૂલના ઉપક્રમે માતૃભાષા કવિ સંમેલન યોજાશે

જસદણ શહેરના ચિતલીયા રોડ ખારી પાસે આવેલ ખાનગી સ્કૂલ ખાતે ગુજરાત સાહિત્ય

અકાદમી ગાંધીનગર અને ખાનગી સ્કૂલ જસદણના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત તા.૧૬/૨/૨૦૨૬ સોમવારે સવારે ૯ વાગ્યે કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કવિ સંમેલનમાં ગુજરાતના જાણીતા કવિઓ કવિ પૂજ્ય બાપુ, પંકજ ચૌહાણ, ગોપાલ ધકાણ અને ભાર્ગવ ઠાકર પોતાની કવિતાઓ રજૂ કરી. માતૃભાષાનું ગૌરવગાન કરશે. સંચાલન પ્રવીણ ઝાપડિયા કરશે. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાની પ્રેરણાથી થતો આ કાર્યક્રમ જસદણની ચીતલીયા રોડ ખારી પાસે આવેલ ખાનગી સ્કૂલમાં આયોજિત થવા જઈ રહ્યો છે આ અંગે ખાનગી સ્કૂલ પરિવારૅ જસદણની સાહિત્યપ્રેમી જનતાને જાહેર ઇજન પાઠવ્યું છે