error: This Content is protected !!

તાલુકાના વિછીયા હિંગોળગઢ મોટામાત્રા આ ત્રણ ગ્રામ પંચાયતોમાં કલસ્ટર લીગલ એઇડ ક્લિનીક સેવાનો પ્રારંભ થતાં 19 ગામોને લાભ મળશે

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના વિવિધ ગામો પૈકી ૧૯ ગામોને આવરી લેતા કુલ ત્રણ ગામોમાં કલસ્ટર લીગલ એઈડ ક્લિનિકનો શુભારંભ કરવામાં આવેલ છે આ કલસ્ટર લીગલ એઈડ ક્લિનિકના શુભારંભથી ગામડાઓના નાગરિકોને ન્યાયિક માહિતી, માર્ગદર્શન અને કાનૂની પ્રશ્નોના ઉકેલ માટેની સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે આ કલસ્ટર લીગલ એઈડ ક્લિનિક વિછીયા તાલુકાના હિંગોળગઢ, મોટામાત્રા અને વિંછીયાની ગ્રામ પંચાયત કચેરી ખાતે કલસ્ટર લીગલ એઇડ ક્લિનિકનો શુભારંભ કરવામાં આવેલ અને ન્યાય મેળવો એ દરેક નાગરિકોનો અધિકાર છે અને અંતરિયાળ અને છેવાડાના વિસ્તારના લોકો પોતાના ન્યાયિક અધિકારથી વંચિત ના રહે તે માટે "નાલ્સા ( જાગૃતિ ) યોજના ૨૦૨૫" હેઠળ ૧૯ ગામોને આવરી લેતા ત્રણ લીગલ એઈડ ક્લિનિકનો શુભારંભ વિંછીયા ન્યાયાલયના નામદાર મહેરબાન તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ અને પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એસ.એન.મોદી સાહેબના વડપણ અને માર્ગદર્શન નીચે કરવામાં આવૅલ છે તેમ એડવોકેટ પ્રકાશ પ્રજાપતી યાદીમાં જણાવ્યું છે