જસદણ નજીકના કલોરાણા ગામે સ્વયંભૂ દારૂબંધી દારૂની બદી થી ત્રાહિમામ ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત દારૂની લતૅ ઘર કંકાસ નાની ઉંમરમાં મહિલાઓ વિધવા થાય છે
હાલમાં જ દારૂના ને કારણે ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે ગામમાં કોઈએ દારૂ પીવો નહીં કોઈએ દારૂ વેચવો નહીં બહારથી કોઈ વેચવા આવશે તો તેની ખેર નથી આક્રોશ સાથૅ ચેતવણી
જસદણ નજીકના અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કલોરાણા ગામે બાપાસીતારામ ના ઓટા પાસે આખું ગામ સ્વયંભુ ભેગું થયું દારૂ અને દારૂડિયાથી કંટાળીને ગામ યુવાનો મહિલાઓ અને ગામના વડીલો એ મહત્વ નો નિર્ણય લીધો કલોરાણા ગામ માં કોઈએ દારૂ પીવો નહીં કોઈએ દારૂ વેચવો નહીં તેના પર મહત્વનો નિર્ણય લીધો છેલ્લા એક મહિનામાં કલોરાણા ગામમાં ત્રણ યુવકો ના મૃત્યુ થયા જેના કારણે યુવા અવસ્થા માં મહિલાઓ વિધવા થઈ રહી છે અને બાળકો ને પિતાની છત્ર છાયા ગુમાવી પડે છે જેથી કરી કલોરાણા ગામના લોકો દારૂના દૂષણ થી કંટાળી ગયા આખું ગામ બાપાસીતારામ ના ઓટા પાસે ભેગું થઈ નિર્ણય કર્યો કે આજ પછી કોઈએ દારૂ પીવો નહીં કોઈએ દારૂ વેચવો નહીં બહારગામના લોકો જો ગામમાં દારૂ વેચવા આવશે તો તેના પર કડક પગલાં લેવા આવશે
કલોરાણા ગામના લોકોની મોટી પીડા દારૂની લટ ધરાવતા લોકો કામકાજ કશું કરતા નથી અને મહિલાઓને એટલે કે ઘરની મહિલાઓને પેટનો ખાડો પુરવા માટે તેમજ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત મજૂરી કામ કરી મહિલાઓ ઘરનું ગુજરણ ચલાવતી હોય પરંતુ દારૂના વ્યસનને ચડેલા પુરુષો મહિલાઓ સાથે ઝઘડો કરી મજૂરીના પૈસા આવેલા હોય તેમાંથી દારૂ પીવાના પૈસા લઈ જાય છે સાથે જ મહિલાઓ પર અત્યાચાર કરે છે અને પૈસા દેવાની ના પાડે તો મારા મારી પણ કરે છે જેથી કરી કલોરાણા ગામની મહિલાઓ તેમજ બુદ્ધિજીવી લોકો ખૂબ જ પરેશાન છે ગામના આગેવાનો એ અમરેલી એસપીને બાબરા પોલીસને રજૂઆત પણ કરેલી છતાં કલોરાણા ગામમાં ખુલ્લે આમ દેશી દારૂ તેમજ વિદેશી દારૂ પૈસા દેતા મળી જાય છે દારૂ ના કારણે હસતો ખેલતો પરિવાર ઘર કંકાસ અને છેલ્લે દારૂના કારણે પરિવારનો મોભી ખોઈ બેસવાનો વારો આવે છે
દારૂના દૂષણ ના લીધે કલોરાણા ગામની મહિલાઓ ત્રાહિમામ થઈ ગઈ છે સરકાર પાસે આશા રાખે છે કે કલોરાણા ગામમાં દારૂ બંધ થઈ જાય અને તેનો પરીવાર દારૂ ના દૂષણ ડૂબી ના જાય રાજુભાઈ કોળી જાગૃત યુવક કલોરાણા અમૃતભાઈ રાજપરા યુવક કલોરાણા ચંપાબેન મહિલા કલોરાણા શાંતુબેન કલોરાણા કનુબેન કલોરાણા સહિત આખું ગામ ભેળું થઈને દારૂ પીવા વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે