error: This Content is protected !!

જસદણમા સાફ સફાઈ કચરા ગંદકીની લૉક ફરિયાદો વધતા જ પાલિકા તંત્ર ઍ આળસ મરડી કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું કામચોર સફાઈ કર્મીઓની ખેર નથી

નાગરિકોની ફરિયાદ ને પગલે પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સેનિટેશન ચેરમેનએ તાબડતૉપ સફાઈ કર્મી ની મીટીંગ બોલાવી કડક સૂચનાઓ આપી હવે ફરિયાદો આવશે તો કડક કાર્યવાહી થશે 

 

જસદણ નગરપાલિકા તંત્ર સાફ સફાઈ કચરા ગંદકીની નાગરિકોની ફરિયાદો વધતા જ એક્શન મોડમાં આવ્યુંછૅ જસદણમાં ગંદકીની ફરિયાદો વધતાં પાલિકાની ચેતવણી કામચોરી કોઇ કાળે નહીં જ ચાલે જસદણ શહેરમાં સફાઈ વ્યવસ્થા કથળી રહી હોવાની અને નગરજનો દ્વારા વારંવાર ફરિયાદો મળતી હોવાના પગલે જસદણ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છૅ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ હિતેશભાઈ થડેશ્વરના અધ્યક્ષસ્થાને નગરપાલિકા કચેરી ખાતે એક તાકીદની બેઠક યોજાઈ હતી, જેમાં સફાઈ કામદારોની કામગીરી પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.આ બેઠકમાં કારોબારી ચેરમેન કાજલબેન પ્રવીણભાઈ ઘોડકીયા, સેનિટેશન ઇન્સ્પેકટર પ્રતાપભાઈ સોલંકી, એસ.આઈ. પ્રદીપભાઈ ચોહલીયા તેમજ પ્રકાશભાઈ રોજાસરા ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ પણ સુપરવાઈઝરોને ફિલ્ડમાં રહીને દેખરેખ રાખવા સૂચના આપી હતી.

કામચોરી સામે સેનિટેશન ચેરમેને લાલ આંખ કરી છૅ શહેરના વિવિધ વિસ્તારોમાંથી સફાઈ બાબતે સતત ફરિયાદો ઉઠતા, સેનિટેશન વિભાગના ચેરમેન રફીકભાઈ હાજી ઍહમદભાઇ ગોગદા દ્વારા તમામ સફાઈ કામદારો, ટ્રેક્ટર ચાલકો અને સુપરવાઈઝરોને આડે હાથે લીધા હતા. બેઠકમાં હાજર રહેલા પદાધિકારીઓએ કર્મચારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, નગરજનોને પડતી હાલાકી હવે સહન કરવામાં આવશે નહીં.

કામદારોની ઢીલી નીતિ અને બેદરકારીને કારણે પાલિકાની છબી ખરડાઈ રહી હોવાનું જણાવી તમામ કર્મચારીઓને ખખડાવવામાં આવ્યા હતા.સેનિટેશન ચેરમેન રફીકભાઈ ગોગદાએ આદેશ આપતા જણાવ્યું હતું કે, હવે પછી શહેરના કોઈપણ ખૂણેથી સફાઈ અંગેની એક પણ ફરિયાદ આવવી જોઈએ નહીં જેવી કડક સૂચનાઓ આપી હતી