error: This Content is protected !!

આજૅ ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આરોગ્ય ક્ષેત્રે મહિલાઓ અગ્રેસર રાજકોટ જિલ્લામાં સેવા-સુશ્રુષા અને શ્રેષ્ઠ સારવારમાં મહિલાઓનું વિશેષ પ્રદાન

બાળકોની સંભાળ રાખતી માતા યશોદા સમાન ૧૬૦૦ આશા બહેનો, નર્સિંગ, ડોક્ટર્સ સહીત ૩૦૦૦ મહિલા કર્મચારીની સહભાગિતા રાજકોટ સિવિલમાં ૧૨૦ મહિલા તબીબ, ૭૫૫ નર્સ સહીત ૧,૧૩૦ મહિલાઓ સતત ખડેપગે

 

 સંવેદનશીલતા, સર્જનાત્મકતા, શક્તિસ્વરૂપા એ માત્ર મહિલાઓ માટેના વિશેષણો જ નથી, પરંતુ તેમના વ્યક્તિત્વની અનોખી ઓળખ અને શક્તિનું પ્રતિબિંબ છે. સમગ્ર વિશ્વ સહીત ભારતમાં મહિલાઓએ તેમની આગવી ઓળખ ઉભી કરી છે. નારી કોઈ ક્ષેત્રમાં પાછળ નથી, પરંતુ કેટલાક ક્ષેત્રમાં તેઓ પુરુષ કરતા પણ વધુ સકારાત્મક અભિગમ સાથે તેમનું સામર્થ્ય દેખાડી રહી છે. આરોગ્ય ક્ષેત્રે કામગીરીમાં પણ મહિલાઓ વિશેષ રૂપે આગળ છે.નારીમાં રહેલો મમતાનો ગુણ બીમાર માણસને સાજા કરવામાં પણ એટલો જ સહજ રીતે કામ કરે છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં મહિલાઓ અગ્રેસર રહી છે. રાજકોટ જિલ્લામાં ૩૦૦૦ જેટલી મહિલાઓ મળીને કુલ સ્ટાફના ૭૦ ટકા મહિલા કર્મચારીઓ સેવારત છે. જિલ્લા આરોગ્ય અધિકારી આર.આર.ફુલમાળીએ જણાવ્યાં મુજબ ગ્રામીણ ક્ષેત્રમાં ૧૨૫૦ આશા બહેનો, નગરપાલિકા વિસ્તારમાં ૨૫૦ આશા મહિલાઓ તેમજ ૧૦૦ જેટલા ફેસેલીટર (સુપરવાઈઝર) મળીને ૧૬૦૦ જેટલી બહેનો બાળકો તેમજ કિશોરીઓની સંભાળ લઇ રહી છે જયારે નર્સિંગમાં ૩૪૯ ફિમેલ હેલ્થ વર્કર, ૧૬૫ કમ્યુનિટી હેલ્થ ઓફિસર (સી.એચ. ઓ.) પી.એચ.સી.માં એફ.એસ.ડબ્લ્યુ. તરીકે ૫૫ મહિલાઓ ફરજ બજાવે છે. લેબ ટેક્નિશ્યન તરીકે ૩૨, ૧૨ ફાર્માસીસ્ટ, આયુષ મેડિકલ ઓફિસર તરીકે ૧૮ અમે એમ.બી.બી.એસ. મેડિકલ ઓફિસર્સ તરીકે લગભગ ૨૨ જેટલી મહિલાઓ સુપેરે ફરજ બજાવી રહી છે પદ્મકુંવરબા હોસ્પિટલમાં ૧૪ મહિલા ડોક્ટર્સ, ૭૮ નર્સિંગ સહીત ૧૯૨ મહિલા કર્મચારી છૅ નૂતનબેનના જણાવ્યા મુજબ અહીં પણ તબીબી સેવાઓમાં મહિલાઓનો અગ્રીમ રોલ છે.રાજકોટ સિવિલમાં ૮૫ ટકા મહિલા નર્સિંગ સ્ટાફ સાથે ૧,૧૩૦ મહિલા કર્મચારીઓ સેવારત ડો. મોનાલી માંકડિયાના વડપણ હેઠળ સિવિલ ખાતે વિવિધ વિભાગમાં ૧૨૦ મહિલા તબીબ નિદાન અને સારવાર માટે કાર્યરત છે. તો તેમના સહાયક તરીકે ૭૫૫ મહિલાઓ નર્સિંગની ભૂમિકા બજાવી રહી છે. વધુમાં લેબ ટેકનીશીયન, હેલ્પીંગ સ્ટાફ મળીને કુલ ૧૧૩૦ જેટલી નારીઓ ફરજ નિભાવી રહી છે. વિશ્વ મહિલા દિવસ સાચા અર્થમાં નારી શક્તિને ઉજાગર કરવાની સાથે તેમના અમૂલ્ય પ્રદાનને બિરદાવે છે