જસદણની પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા વડીલો માટે શરૂ કરેલ સિનિયર સિટીઝન લાફિંગ ક્લબની પત્રકારૉઍ મુલાકાત લઈ કામગીરી બિરદાવી
જસદણમાં પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા સિનિયર સિટીઝન વડીલો માટે એક લાફિંગ કલબ શરૂ કરવામાં આવી છે જેમાં વિવિધ કસરતો ના સાધનો યોગ ધ્યાન માટે કુટીર તેમજ વાંચન સામગ્રી લાઇબ્રેરી જેવી વિવિધ સુવિધાઓ વડીલો માટે ઉભી કરવામાં આવી છે આ સંસ્થા કોઈપણ જાતનો ફંડ ફાળો ઉઘરાવ્યા વગર નામનો મોહ રાખ્યા વગર ચૂપચાપ સેવા કરે છે પ્રભુ સદભાવના સેવા સમિતિના આગેવાનો વિજયભાઈ રાજપુત દિનેશભાઈ ચૌહાણ રવુભાઈ ખાચર સાથે જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને પત્રકાર બીજલભાઇ ભેંસજાળીયા તેમજ યાર્ડના પૂર્વ ડિરેક્ટર અને પૂર્વ નગર સેવક પત્રકાર નરેશભાઈ ચૉહલીયા મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન સંસ્થાની કામગીરીને બિરદાવી હતી આ સંસ્થા પક્ષીને ચણ ગાયોને ચારો ગરીબોમાં અનાજ કરિયાણા કીટ વિતરણ પ્રભુ સદભાવના ભોજન પ્રસાદ વિતરણ કાપડ બુટ ચંપલ જરૂરિયાતમંદ વિધાર્થીઓને સાયકલ વિતરણ તહેવારોમાં મીઠાઈ ફટાકડા વિતરણ જેવા વિવિધ સેવાકીય કાર્યો ફંડ ફાળા વગર કરી રહ્યા છે