error: This Content is protected !!

જસદણ નગરપાલિકા દ્વારા તાલુકા હેલ્થ કચેરી ખાતે સફાઈ કામદારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

રાજકોટ જિલ્લાના જસદણ શહેરની સ્વચ્છતા જાળવવામાં પાયાની ભૂમિકા ભજવતા સફાઈ કામદારોના સ્વાસ્થ્યની કાળજી લેવાના હેતુથી જસદણ નગરપાલિકા દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તબીબો દ્વારા નગરપાલિકાના સફાઈ કામદારોનું ઝીણવટભર્યું શારીરિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કામદારો ધૂળ અને કચરા વચ્ચે કામ કરતા હોવાથી તેમને સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા ન થાય, તે માટે સરાહનીય આયોજન કરાયું હતું.તાલુકા હેલ્થ કચેરી, જસદણ ખાતે આયોજિત આ કેમ્પ દરમિયાન કામદારોના બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને શ્વાસ સંબંધિત સામાન્ય તપાસ કરવામાં આવી હતી. તબીબો દ્વારા કામદારોને આરોગ્યપ્રદ જીવનશૈલી અને ફિલ્ડમાં કામ કરતી વખતે રાખવી પડતી તકેદારીઓ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આમ, શહેરને સ્વચ્છ રાખતા આ 'સ્વચ્છતા સૈનિકો'ના સ્વાસ્થ્યની સરકાર દરકાર કરી રહી છે