error: This Content is protected !!

જસદણના કાળાસર ઠાકર મંદિરે રબારી ભરવાડ એકતા સંગઠનની મીટીંગ મળી પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની જાહેરાત

જસદણ તાલુકા પ્રમુખ પદૅ કાળુભાઈ રાઠોડ પત્રકાર ઉપ-પ્રમુખ કમાભાઈ રબારી વિંછીયા તાલુકા પ્રમુખ પદૅ હસાભાઇ રબારી ઉપપ્રમુખ શૈલેષભાઈ ભરવાડની સર્વનું મતે વરણી

 

જસદણ તાલુકા ના કાળાસર ગામ નજીક ઠાકર મંદિરે ભરવાડ અને રબારી સમાજ ની એકતા સંગઠન સમિતિ ની બેઠક યોજાઇ હતી જેમાં જસદણ તાલુકા ભરવાડ અને રબારી સમાજ ના આગેવાનો દ્વારા જસદણ અને વિંછીયા તાલુકા ના ભરવાડ અને રબારી સમાજ ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં જસદણ તાલુકા ભરવાડ અને રબારી સમાજના પ્રમુખ તરીકે કાળુભાઈ ભરવાડ અને ઉપપ્રમુખ તરીકે કમાભાઈ રબારી રાજવડલા ની નિમણૂક કરવા માં આવી હતી જયારે વિંછીયા તાલુકા પ્રમુખ તરીકે હસાભાઇ રબારી લાખાવડ ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ ભરવાડ સોમ પીપળીયા ની સર્વાનું મતે નિમણૂક કરવામાં આવી હતી. ભરવાડ અને રબારી સમાજ દ્વારા જસદણ વિંછીયા બંને તાલુકા માં ભરવાડ અને રબારી સમાજ ના બાળકો શિક્ષિત બને સંગઠિત બને અને સમાજને ઉપયોગી બને સમાજમાં કુંવરીરિવાજોને લઈને ભરવાડ અને રબારી સમાજ દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જસદણ અને વિંછીયા તાલુકા સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા