error: This Content is protected !!

જસદણના ખારચીયા અને ગોંડલના મોટા દડવા પંથકમાં સિંહણ આવી ચડતા ભય વાડી ખેતરે પાણી વાળવા તથા રાત વાહુ જતા ખેડૂતો રાની પશુથી ભયભીત વન વિભાગને જાણ કરાઈ પાંજરે પુરવા તજવીજ

જસદણતાલુકાના ખારચીયા તથા ગોંડલ તાલુકાના મોટા દડવા પંથકમાં સિંહણ ઍ દેખા દેતા રાત્રે પિયતમાં પાણી વાળવા જતા તેમજ રાત વાહુ કરતા ખેડૂતો ભારે ચિંતાતુર બન્યા છે આ અંગે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વનવિભાગ દોડતું થયું છૅ અને રાની પશુને પાંજરે પુરવા કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે ખારચીયા અને દડવા પંથકમાં રાની પશુ વન્ય પ્રાણી સિંહણ ના આંટાફેરા થી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ખારચિયા અને મોટા દડવા ગામ વચ્ચેના વિસ્તારમાં સિંહણ જોવા મળી હતી સિંહણ મેઈન રોડ અને વાડી ખેતર પાસૅ ધાર પર લટાર મારતી દેખાતા લોકોએ તેનૉ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો જેના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.શિયાળુ પાકનું સીઝન ચાલી રહી છે, ત્યારે ખેડૂતોને રાત્રિના સમયે પિયત માટે વાડીએ જવું પડતું હોય છે તેમજ માલ ઢોરનૅ નિરણ પુળો પાણી માટે તેમજ રાત વાહુ જવું પડતું હોય છે . પરંતુ સિંહણની હાજરીને કારણે ખેડૂતો વાડી ખેતરે જતાં ડરી રહ્યા છે. સિંહણ મોટા દડવાના વાડી વિસ્તાર અને હાઈવે પર પણ દેખાઈ હોવાથી વાહનચાલકોમાં પણ ભયનો માહોલ છે. સિંહણ રોડ ક્રોસ કરતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. પ્રાથમિક વિગતો મુજબ આ સિંહણ કોટડા સાંગાણી પંથક તરફથી મોટા દડવા તરફ આવી હોવાનું મનાઈ રહ્યું છે. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વનકર્મીઓ દ્વારા સિંહણના લોકેશન પર નજર રાખવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગ્રામજનોની માંગ છે કે વન વિભાગ વહેલી તકે આ અંગે યોગ્ય પગલાં ભરે જેથી ખેડૂતો નિર્ભય બની ખેતીકામ કરી શકે.