error: This Content is protected !!

જસદણમાં બીમારીથી કંટાળી મંજુબેન છાયાણીનો આપઘાત

ઘરે ઝેરી દવા પીધા બાદ રાજકોટ સિવિલમાં સારવારમાં દમ તોડયો પરિવારમાં શોક

 

જસદણમાં બીમારીથી કંટાળી મંજુબેન છાયાણીએ આપઘાત કરી લીધો હતો. તેમણે ઘરે ઝેરી દવા પીધા બાદ રાજકોટ સિવિલમાં સારવાર દરમ્યાન દમ તોડયો હતો. બનાવના પગલે પરિવારમાં શોક છવાયો હતો. મળતી માહિતી અનુસાર, મંજુલાબેન શંભુભાઈ છાયાણી (ઉંમર વર્ષે ૬૬, રહે.આનંદનગર, જસદણ) તા.૨૯ માર્ચના રોજ સાંજે ૫ વાગ્યાં આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી જતા તત્કાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. અહીં ડોક્ટરે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યાં હતા. મંજુલાબેનને ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કમરનો દુઃખાવો, વગેરે પ્રકારની બીમારી હતી. બીમારીથી કંટાળીને તેમણે આ પગલું ભરી લીધું હોવાનું અનુમાન છે. મંજુલાબેનને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. જસદણ પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો અને આગળની કાર્યવાહી કરી હતી.