error: This Content is protected !!

જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓના હિતાર્થે વિવિધ રોગ નિષ્ણાંત સાત ડોક્ટરની એક સાથે નિમણૂક થતા પંથક ખુશી

નિસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ મેહુલ સંઘવીની વારંવારની રજૂઆતને સફળતા મળતા નાગરિકો વતી આભાર પ્રગટ કર્યો છે

 

જસદણ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં લાંબા સમયથી અનેક નિષ્ણાત ડોક્ટર નહોતા જેથી ગરીબ દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી જેની નિસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ વારંવાર રજૂઆત કરેલ જેને હાલ સફળતા મળતા ખુશી વ્યક્ત કરી છે દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિવિધ ડોકટરોની નિમણૂક કરવામાં આવી છે જેમાં (૧) એમ.ડી. ફિઝીશિયન (૨) માનસિક રોગના નિષ્ણાંત (૩) બાળરોગ નિષ્ણાંત (૪) ગાયનેક (૫) સર્જન (૬) ડર્મેટોલોજિસ્ટ (સ્કીનના નિષ્ણાંત) (૭) રેડિયોલોજિસ્ટ જેવા મહત્વના સાત ડોકટરોની નિમણૂંક થતા જસદણ શહેર તેમજ પંથકના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને પૂરતી સારવાર મળશે જસદણના આંગણે કદાચ પ્રથમ વખત ડર્મેટોલોજિસ્ટ અને રેડિયોલોજિસ્ટ ડોકટરોની મહત્વની નિમણૂંક કરવામાં આવતા ગુજરાત સરકારનો જસદણ શહેર તેમજ પંથકના નાગરિકો વતી નિસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મેહુલભાઈ સંઘવી ઍ આભાર વ્યક્ત કરતા આનંદની લાગણીનો અનુભવી છૅ જસદણ શહેર તેમજ પંથકના દર્દીઓ વધુમાં વધુ સંખ્યામાં નવનિયુક્ત ડોકટરોની સેવાનો વિનામૂલ્યે લાભ લઈ જલ્દીથી સ્વસ્થ બનો તેવી શ્ભકામનાઓ પાઠવી છૅ