જસદણ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આજૅ ૨૩ ડિસેમ્બરે 11:00 કલાકે મામલતદાર કચેરી ખાતે યોજાશે
જસદણ તાલુકા કક્ષાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટેનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૩ ડિસેમ્બરના રોજ સવારે ૧૧ કલાકે મામલતદાર કચેરી-જસદણ ખાતે યોજાશે. નાયબ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજનારા આ કાર્યક્રમમાં અરજદારો પોતે રૂબરૂમાં પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજૂઆત કરી શકશે. અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે, તેમ જસદણ મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.