જસદણ નજીકના શ્રીઘેલા સોમનાથ દાદાને ભગવાન નરસિંહ નો મનોહર શણગાર
શિવ લિંગ ઉપર નરસિંહ ભગવાનની પ્રતિકૃતિ ના દર્શન કરી શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયા
જસદણ નજીકના પ્રસિદ્ધ યાત્રાધામ અને પૌરાણિક મહત્વ ધરાવતા ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં બિરાજતા શિવલિંગને વિશેષ રૂપે નરસિંહ ભગવાનનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના મુખ્ય પૂજારી હસુભાઈ જોષીએ અત્યંત કુશળતા પૂર્વક આ શણગાર કર્યો હતો. ભગવાન શિવના લિંગ પર નરસિંહ અવતારની પ્રતિકૃતિ કંડારવામાં આવતા દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઘેલા સોમનાથ ખાતે સમયાંતરે વિવિધ ઉત્સવો અને પર્વો મુજબ મહાદેવને વિશિષ્ટ યો આંગી અને શણગાર કરવામાં આવે છે, જેનો લાભ બહોળી સંખ્યામાં ભક્તો લેતા હોય છે.