જસદણના આંબરડી ગામૅ 25 વર્ષીય શિક્ષક યુવાનનૉ ગળૅફાંસો ખાઇ આપઘાત કારણ અકબંધ શિક્ષણ જગતમાં અરૅરાટી
પત્ની કાસલૉલીયા સરકારી સ્કૂલમાં શિક્ષિકા છે અને પતિ સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ફરજ બજાવતા હતા આત્મહત્યા અંગે પૉલીસ તપાસ શરૂ
જસદણ તાલુકાના આંબરડી ગામે ભાડાના
મકાનમાં રહેતા અનૅ ખાનગી શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા કશ્યપભાઈ જયેશભાઈ જળુ ઉ.વ.25 એ પોતાના જ ઘરમાં સ્લેબના હુકમાં દોરડું બાંધી આપઘાત કરી લેતા શિક્ષણ જગત સહિત પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી મૂળ માણાવદર તાલુકાના વતની જાંબુડા ગામના કશ્યપભાઈ આંબરડી ગામની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. રોજ સેંકડો વિદ્યાર્થીઓને જિંદગીના પાઠ ભણાવતા શિક્ષકે પોતે કયા ટેન્શનમાં આવીને આ પગલું ભર્યું તે વાત હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે
ઘટના પાછળની સૌથી કરૂણ બાબત એ છે કે મૃતક અને તેમના પત્ની બંને ઉચ્ચ શિક્ષિત હતા. પતિ ખાનગી શાળામાં નોકરી કરતા હતા, જ્યારે પત્ની કાસલોલીયા ગામે સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. બંને આંબરડીમાં ભાડાનું મકાન રાખીને રહેતા હતા.જો કે કશ્યપભાઈએ મોતને વહાલું કરવું પડે એવી કઈ મજબુરી હોઈ શકે તે જાણવા પોલીસ વધુ તપાસ કરી રહી છે. પત્ની ફરજ પર ગયા બાદ પતિએ આ પગલું ભરી લીધું હતું.
ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને તાત્કાલિક જસદણ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઈ સુસાઈડ નોટ મળી નથી. પરંતુ શિક્ષકના આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસ મૃતકનો મોબાઈલ ફોન, કોલ ડિટેલ્સ અને પરિવારના નિવેદનોના આધારે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.તપાસના આધારે આપઘાત પાછળનું વાસ્તવિક કારણ બહાર આવશે તૅમ પોલીસે જણાવવું છે