જસદણ વિંછીયા પંથકમાં કાલૅ જળસંપત્તિ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ સૌની યોજના અંતર્ગત 31, 94, કરોડોના કામોનું ખાતમુહૂર્ત કરશે
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા સાંસદ કેસરી દેવસિંહ ઝાલા સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહેશે
જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ સ્વતંત્ર હવાલોના રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ ૨૭ જૂને રાજકોટ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સૌની યોજના' અને સિંચાઈ વિભાગના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.
મંત્રી ઈશ્વરસિંહ પટેલ સવારે ૦૯:૩૦ કલાકે વિંછીયા તાલુકામાં આવેલા આસલપુર તળાવ ખાતે 'સૌની યોજના' લિંક-૪, પેકેજ-૩, ૪ અને ૫-એ હેઠળ, સ્કાવર વાલથી ૩ કિમીની મર્યાદામાં આવતા તળાવ અને ડેમોને સાંકળવાની યોજનાનું વિધિવત ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ સવારે ૧૦:૩૦ કલાકે વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત જાહેર સભામાં હાજરી આપશે.
મંત્રીશ્રી બપોરે ૦૨:૦૦ કલાકે વિંછીયા પાણી પુરવઠા યોજનાની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરશે. ત્યારબાદ બપોરે ૦૩:૦૦ કલાકે આણંદ સાગર ડેમની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરશે અને સાંજે ૦૪:૩૦ કલાકે કસ્તુરબા ધામ (ત્રંબા) ખાતે સિંચાઈ વિભાગ દ્વારા ચાલી રહેલા વિવિધ વિકાસકામોની મુલાકાત લેશે.
મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સાંજે ૦૫:૩૦ કલાકે રાજકોટ બહુમાળી ભવન ખાતે સૌરાષ્ટ્ર ઝોનના સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજાશે અને સાંજે ૦૬:૧૫ કલાકે રાજકોટ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી પાણી પુરવઠાની વ્યવસ્થા અંગે ચર્ચા-વિચારણા કરશે