error: This Content is protected !!

જસદણ માર્કેટિંગ યાર્ડ સમિતિ પર આક્ષેપો સાથે ભરતભાઈ છાયાણીનું ડિરેક્ટર પદૅ થી રાજીનામું સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો

બોર્ડમાં પર્યાવરણ લક્ષી કૅ ખેડૂતલક્ષી નિર્ણયો લેવામાં આવતા નથી સરકારના નિયમ મુજબની નોંધ મૂકીએ તો અભેરાયૅ ચડાવે છે તે કલંકરૂપ છે

 

જસદણ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર ભરતભાઈ છાયાણીઍ રાજીનામા પત્રમાં જણાવ્યા પ્રમાણે APMC ની બોર્ડ મીટિંગ તા: 20/06/2026 ના રોજ સવારના 10:30 કલાકે મળેલ જે બોર્ડ મીટિંગમા સભ્ય તરીકે મે નોંધ મૂકેલ કે વર્ષના અંતે એક ખેડૂત કૃષિ શિબિર બોલાવીએ તેમજ સરકારશ્રી ના કાર્યક્રમ મુજબ વૃક્ષો વાવો સમૃદ્ધિ લાવો, તેમ જ વૃક્ષો વાવો દેશ બચાવો કારણ કે ગ્લોબલ વોર્મિંગ થી ઉત્પન્ન થયેલ અનબેલેન્સ ને પોહચી વળવા સરકારશ્રીના લાખો રૂપિયા વૃક્ષો પાછળ ખર્ચ કરતી હોય ત્યારે આપણી APMC સધ્ધર સંસ્થા હોય તેમજ અંદાજે સાત કરોડ જેવો નફો કરતી હોય ત્યારે આપણે પણ સરકારશ્રીની આવી સહારનીય કામગીરી સાથે જોડાવું જોઈએ સરકારશ્રી પણ APMC ના વિકાસ માટે કરોડો રૂપિયાની સબસીડી આપતી હોય તો પણ સરકારના અભિગમ વાળા કોઈપણ કાર્યક્રમ કરવામાં આવતા નથી અને ખેડૂતલક્ષી નિર્ણયોમાં પણ બાધારૂપ થતું હોય તેવું લાગે છે તેમજ APMC સંસ્થા ખેડૂતની હિત ધરાવતી સંસ્થા હોય છે પરંતુ આપણા APMC માં ખેડૂતલક્ષી કોઈપણ નિર્ણય લેવામાં આવતા નથી. જે APMC માટે કલંક રૂપ ઘટના કહેવાય. ઉપરોક્ત વાત આ મિટિંગમાં મુકતા કોઈપણ જાતનો હકારાત્મક જવાબ ન મળતા એમ લાગે છે કે આ સંસ્થા માત્ર નફો કરી ખેડૂતો કે સરકાર સાથે જોડાઈ તેમજ સરકારશ્રીના કોઈપણ કાર્ય કરવા ઇચ્છતા ના હોય જેથી આવી સંસ્થા ગમે તેટલી સધ્ધર હોય છતાં સરકારશ્રીના આવા અભિગમ પાલન કરતા ન હોય તેથી આ સંસ્થાના સભ્ય પદે રહેવું વ્યાજબી લાગતું ન હોય જેથી મારું જસદણ APMC ના સભ્ય પદેથી રાજીનામું આપું છું તેમ અંતમાં ભરતભાઈ છાયાણીએ જણાવ્યું છે