જસદણના આંબરડીમા ભાડાના મકાનમાં રહેતા ખાનગી શાળાના 25 વર્ષીય શિક્ષકનો આપઘાત કારણ અકબંધ
શિક્ષક માણાવદર તાલુકાના જાંબુડા ગામના 25 વર્ષ ના કશ્યપભાઈ જયેશભાઈ જળુ નામના વ્યક્તિએ પોતાના ઘરે સ્લેબના હુકમાં દોરડા વડે આપઘાત કર્યો હતો. બનાવ અંગે જાણ થતા જ ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.પતિ-પત્ની ભાડાના મકાનમાં રહેતા હતા.પતિ ખાનગી શાળામાં નોકરી કરતા હતા અને પત્ની સરકારી શાળામાં નોકરી કરતી હતી. મૃતક આંબરડી ગામની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં નોકરી કરતા હતા. આપઘાત કરવાનું પાછળનું કારણ અકબંધ.સરકારી હોસ્પિટલ ખાતે મૃતદેહને પીએમ અર્થે લાવવામાં આવ્યો હતો. આ બનાવની વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.