error: This Content is protected !!

ગોંડલ અદાલતે જસદણની આલ્ફા હોસ્ટેલના સંચાલકો જયસુખ શંખાળવા તથા હિરેન શંખાળવાના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

સાપરાધ મનુષ્યવધ ની કલમ હૅઠળ ગુનો નોંધાયેલ આરોપીઓને જસદણ પોલીસે ગોંડલ કોર્ટમાં રજૂકરી રિમાન્ડ માગ્યા હતા

 

જસદણ શહેરના ચીતલીયા કુવા રોડ ઉપર આવેલ આલ્ફા જવાહર નવોદય અને બાલાચડી ટ્રેનિંગ સેન્ટર ના જડ નિયમો અને ઘોરબેદર કરીને કારણે હોસ્ટેલમાં 10 વર્ષીય માસૂમ બાળકી આયુષી બલદાણીયાનુ શંકાસ્પદ મોત નિપજ્યું હતુ તે અંગે જસદણ પોલીસે બે જવાબદાર અને બેદરકાર સંચાલકો સામે કડક કાનૂની શિકંજો કસ્યો હતો. હોસ્ટેલ પ્રશાસનની બેદરકારીના કારણે જ દીકરીનું મોત નીપજ્યું હોવાના પરિવારના ગંભીર આક્ષેપો બાદ પોલીસે સંચાલક અને માલિક જયસુખ સંખાળવા તથા હિરેન સંખાળવા સામે ભારતીય ન્યાય સંહિતા BNS ની કલમ 105 (સાપરાધ મનુષ્યવધ) અને 54 હેઠળ ગુનો નોંધી બંનેની અટકાયત કરી હતી. આજે બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે ગોંડલ અદાલતમાં રજૂ કર્યા હતા ગોંડલ કોર્ટે બંને આરોપીઓના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા

પરિવારનો આક્રોશ હતો કે આયુષીની તબિયત લથડી હોવા છતાં હોસ્ટેલ પ્રશાસને તેની કોઈ દરકાર લીધી ન હતી અને તેને કોઈ તબીબ પાસે પણ લઈ જવામાં આવી ન હતી. આટલા દિવસો સુધી બીમારી ચાલી હોવા છતાં હોસ્ટેલ દ્વારા પરિવારને કોઈ જાણ સુધ્ધાં કરવામાં આવી ન હતી, જેના કારણે આયુષીની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ હતી અને અંતે તેણે જીવ ગુમાવવો પડ્યો હતો. હાલ જસદણ પોલીસે રિમાન્ડ મેળવીને આ શંકાસ્પદ મોતના મામલે હોસ્ટેલ પ્રશાસનની ગુનાહિત બેદરકારી દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.