error: This Content is protected !!

વિંછીયાના અમરાપુર ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને શનિવારે ભરતી મેળો અને સેમિનાર યોજાશે

સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં 25 થી વધુ ખાનગી એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ઇન્ટરવ્યૂ થકી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરશે

 

મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી - રાજકોટ, આઇ.ટી.આઇ. - રાજકોટ અને કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ભરતી મેળો અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. વિંછીયા તાલુકાના અમરાપુર ગામ ખાતે આગામી તારીખ ૦૪ જુલાઈ, ૨૦૨૬ને શનિવારના રોજ સવારે ૦૯:૩૦ કલાકે આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે રોજગાર ભરતી મેળો, સ્વરોજગાર માર્ગદર્શન શિબિર અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે. જેમાં ૨૫થી વધુ ખાનગી એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને રૂબરૂ ઇન્ટરવ્યુ થકી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરશે.

આ ભરતી મેળામાં એસ.એસ.સી., એચ.એસ.સી., આઇ.ટી.આઇ. તેમજ સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. આ મેળામાં ભાગ લેનારા નોકરીદાતાઓની વિગતવાર માહિતી કચેરીની સત્તાવાર ટેલિગ્રામ ચેનલ 'Emp Rajkot', ફેસબુક પેજ 'Employment Office Rajkot' અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'emp.rajkot' પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અંગે વધુ માહિતી મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, ૧/૩, બહુમાળી ભવન, રાજકોટનો રૂબરૂ અથવા ફોન નંબર ૦૨૮૧-૨૪૪૦૪૧૯ પર સંપર્ક કરવા મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરીની યાદીમાં જણાવાયું છે

.